ઇઝરાયલી ઉદ્યોગપતિએ પુત્રીઓની કસ્ટડી માંગી; સુપ્રીમ કોર્ટે કહ્યું-, “પરિવાર ગુફામાં, તમે ગોવામાં કેમ હતા?”

Spread the love

સુપ્રીમ કોર્ટે સોમવારે ગોવામાં રહેતા એક ઇઝરાયલી ઉદ્યોગપતિને ઠપકો આપ્યો હતો. કોર્ટે તેમને પૂછ્યું હતું કે જ્યારે તેમની પુત્રીઓ અને તેમની રશિયન માતા કર્ણાટકના જંગલોમાં એક ગુફામાં રહે છે ત્યારે તમે ગોવામાં શું કરી રહ્યા હતા?. તેમણે એ પણ પૂછ્યું હતું કે શું તેમની પાસે ભારતમાં રહેવા માટે માન્ય દસ્તાવેજો છે? કોર્ટે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે ઉદ્યોગપતિએ તેમની બે પુત્રીઓની કસ્ટડી માંગી અને તેમને રશિયા મોકલવાની પ્રક્રિયા પર સ્ટે મૂકવાની વિનંતી કરી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે કહ્યું કે દેશ હવે એક સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયો છે જ્યાં કોઈપણ આવીને રહી શકે છે. 11 જુલાઈના રોજ કર્ણાટકના કુમતા તાલુકાના રામતીર્થ હિલ્સ જંગલમાં નિયમિત પોલીસ પેટ્રોલિંગ દરમિયાન 40 વર્ષીય રશિયન મહિલા નીના કુટીના અને તેની બે પુત્રીઓને બચાવી લેવામાં આવી હતી. તેમની પાસે માન્ય ભારતીય રહેઠાણના દસ્તાવેજો નહોતા અને તેમને કર્ણાટકના રેસ્ટ્રિક્શન કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. 26 સપ્ટેમ્બરના રોજ, કર્ણાટક હાઈકોર્ટે કેન્દ્ર સરકારને મહિલા અને તેની પુત્રીઓને રશિયા મોકલવા માટે ટ્રાવેલ દસ્તાવેજો જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ વિરુદ્ધ ઇઝરાયલી નાગરિક ડોર શલોમો ગોલ્ડસ્ટીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
સુનાવણી દરમિયાન, જસ્ટિસ સૂર્યકાન્તે પૂછ્યું, “તમે કોણ છો? તમારી પાસે કયા અધિકારો છે? મને એવા કોઈ સત્તાવાર દસ્તાવેજો બતાવો જે તમને છોકરીઓના પિતા તરીકે ઓળખાવે.” તેમણે એમ પણ પૂછ્યું, “અમે તમને ડિપોર્ટ કરવાનો આદેશ કેમ ન આપીએ?” હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે મહિલા અને તેની પુત્રીઓ બે મહિનાથી માન્ય દસ્તાવેજો વિના ભારતમાં રહેતી હતી. મહિલાએ પોતે રશિયન દૂતાવાસને પત્ર લખીને શક્ય તેટલી વહેલી તકે રશિયા પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે બાળકોના હિતમાં તેમની માતા સાથે રશિયા પાછા ફરવું છે. રશિયન મહિલા અને તેના બાળકોના બચાવ અને પ્રાથમિક તપાસના આધારે, પોલીસે નક્કી કર્યું કે નીના 2016માં બિઝનેસ વિઝા પર ભારત આવી હતી. તેના વિઝાની મુદત લગભગ આઠ વર્ષ પહેલા પૂરી થઈ ગઈ હતી. ત્યારથી તે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતી હતી. લગભગ એક અઠવાડિયા પછી, ઇઝરાયલી નાગરિક ગોલ્ડસ્ટીને મીડિયામાં દાવો કર્યો કે તે કુટીનાનો પતિ છે. ગોલ્ડસ્ટેઇન એવો પણ દાવો કરે છે કે તે કુટીનાને લગભગ આઠ વર્ષ પહેલાં ગોવામાં મળ્યો હતો. તેઓ પ્રેમમાં પડ્યા હતા. બાળકો તેના છે. તે તેમને ફરીથી મેળવવા માટે કાનૂની સહાય માંગી રહ્યો છે. કુટીનાએ ગોલ્ડસ્ટેઇનના દાવાઓનો જવાબ આપ્યો, “તે મારો પતિ નથી. અમે ક્યારેય લગ્ન કર્યા નથી. તે મારા કોઈ બાળકોનો પિતા પણ નથી. પણ હું તેને ઓળખું છું.” તે ફક્ત મને અને મારા બાળકોને પરેશાન કરી રહ્યો છે. તેણે અમારા માટે નિર્ણયો લેવાનું બંધ કરે. અમે તેનાથી દૂર રહેવા માંગીએ છીએ. તેના માતાપિતા ખૂબ જ ધનવાન છે. તેને જે જોઈએ તે મેળવવાની આદત પડી ગઈ છે. તેની જીદના કારણે અમારા બધાના જીવન બરબાદ થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *