‘મેરા દેશ પહેલે’ શોનું ગુજરાતમાં પ્રથમ મંચન 10 ઓક્ટોબરે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં યોજાશે

Spread the love

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલા પરિવર્તનની ગાથાને રજૂ કરતી અનોખી પ્રસ્તુતિ “મેરા દેશ પહેલે”નો શો ગુજરાતમાં સૌપ્રથમવાર યોજાવા જઈ રહ્યો છે. રાષ્ટ્રહિત સર્વોપરી રાખીને રાષ્ટ્રને સમર્પિત નરેન્દ્ર મોદીના જીવનની પ્રેરણાદાયી સફરને આ મેગા શો દ્વારા જીવંત કરવામાં આવશે. જે અન્વયે “મેરા દેશ પહેલે” શોનું ગુજરાતમાં પ્રથમ મંચન 10 ઓક્ટોબર શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટી પરિસરમાં યોજાશે. વડાપ્રધાનના ‘રાષ્ટ્ર પ્રથમ’ ભાવને ઉજાગર કરતો અનોખો શો ‘મેરા દેશ પહેલે’ ગિફ્ટ સિટીમાં સાંજે છ વાગે યોજાશે. આ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમગ્ર જીવનની એવી ઘટનાઓ અને પ્રસંગોને રજૂ કરવામાં આવશે, જે દેશવાસીઓમાં દેશ પ્રેમ, સમર્પણ અને ‘રાષ્ટ્ર પ્રથમ’ નો ભાવ જગાડે છે.
દેશના અન્ય રાજ્યોમાં સફળતા અને પ્રશંસા મેળવ્યા બાદ, પ્રસિદ્ધ સર્જક મનોજ મુંતશિર દ્વારા નિર્મિત આ પ્રસ્તુતિનું ગુજરાતમાં પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા શો નિહાળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ તેમજ સમાજ જીવનના વિવિધ અગ્રણીઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ શોમાં પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે, પરંતુ એન્ટ્રી મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. તો ઇચ્છુક નાગરિકો www.giftgujarat.in વેબસાઇટ પર જઈને આ શો નિહાળવા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *