બહુચરાજી પોલીસ સ્ટેશનના સી.એન.જી રીક્ષા ચોરીના ગુનાનો તથા વિરમગામ ટાઉન પો.સ્ટે અન્ય એક બાઇક ચોરીના ગુનામાં ચોરીમાં ગયેલ સી.એન.જી રીક્ષા સાથે બે આરોપીને ઝડપતી વિરમગામ ટાઉન પોલીસ

Spread the love

વિરમગામ

અમદાવાદ વિભાગ અમદાવાદ ઇ.પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી સાહેબ તથા મહે.જીલ્લા પોલીસ વડા શ્રીઓમ પ્રકાશ જાટસાહેબ અમદાવાદ ગ્રામ્ય અમદાવાદનાઓએ મિલકત સબંધી ગુનાઓ થતા અટકાવવા તથા અનડીટેકટ ગુનાઓની ભેદ ઉકેલવા સારૂ સખ્ત સુચના કરેલી જે આધારે ઇ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી તપન ડોડીયા સાહેબ વિરમગામ વિભાગ વિરમગામ નાઓની માર્ગદર્શન અનુસાર પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડો.કે.એસ.દવેનાઓએ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોરી કરનાર તેમજ ચોરીને અજાંમ આપનાર ઇસમોને શોધી કાઢવા સુચના કરેલ જે આધારે પો.સ.ઈ એમ.ડી.જયસ્વાલ નાઓની આગેવાનીમાં ટીમ બનાવી વિરમગામ ટાઉન પો.સ્ટે હદ વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો રૂગનાથભાઇ ધારાભાઇ બ.ન ૫૨૪ તથા આ.પો.કો દિગવિજયસિંહ દાદુભા બ.ન ૨૨૪ નાઓને સંયુકત માહીતી હકીકત મળેલ કે વિરમગામ લક્ષ્મીબાગ સોસાયટી નજીક બે ઇસમો એક સી.એન.જી રીક્ષા GJ-18-AY-4735 લઇને શંકાસ્પદ હાલતમાં ફરે છે જે હકીકતના આધારે પંચો સાથે હકીકત વાળી જગ્યાએ જતા બે ઇસમો સી.એન.જી રીક્ષા GJ- 18-AY-4735 સાથે હાજર મળી આવેલ બે ઇસમો(૧) નિઝામમોદીન ઇસુબભાઇ લેરીયા ઉ.વ.૨૭ રહે.ખોખરવાસ દસાડા તા.દસાડા જી.સુરેન્દ્રનગર હોવાનું જણાવેલ તથા (૨) સવજીભાઇ કાંતીભાઇ દાતણીયા (દેવીપુજક) ઉ.વ.૪૦ રહે. મેલડીનગર જી.ઈ.બી ઓફીસની બહાર તા.વિરમગામ જી.અમદાવાદ મુળ રહે, દસાડા કન્યા શાળા પાસે પોલીસ સ્ટેશનની બાજુમાં તા.દસાડા જી.સુરેન્દ્રગનર વાળાઓની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી તેમજ મળી આવેલ સી.એન.જી રીક્ષા ના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાની હકીકત જણાવતા સી.એન.જી રીક્ષા ચોરી કરેલ હોવાના શક આધારે તેમજ સી.એન.જી રીક્ષા બાબતે ખરાઇ કરવાની હોય જેથી સી.એન.જી રીક્ષા કિ.રૂ.૧,૫૦,૦૦૧/-ની ગણી પંચો રૂબરૂ તપાસ અર્થે બી.એન.એસ.એસ કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી તેમજ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ ઇસમોને તા.૦૬/૧૦/૨૦૨૫ કલાક.૨૧/૩૦ વાગે બી.એન.એસ.એસ કલમ ૩૫ (૧) ઇ મુજબ અટક કરી સી.એન.જી રીક્ષા બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરી સી.એન.જી રીક્ષા બાબતે તપાસ તજવીજ કરતા રીક્ષા આર.ટી.ઓ નં GJ-18-AY-4735 જેનો એન્જીન નં 24YWHF30146 તેમજ ચેચીસ નં MD2A24AYSHWF 18492 જણાય આવેલ તેમજ સી.એન.જી રીક્ષા બાબતે (૧)બહુચરાજી પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ. ગુ.ર.નં.૧૧૨૦૬૦૦૮૨૫૦૩૨૩/૨૦૨૫ બી.એન.એસ કલમ.૩૦૩(૨) મુજબનો ગુનો દાખલ થયેલ હોવાનો જણાય આવેલ તેમજ આરોપી સવજીભાઈ કાંતીભાઈ દાતણીયા (દેવીપુજક) રહે-મેલડીનગર જી.ઈ.બી ઓફિસની બહાર તા.વિરમગામ જી.અમદાવાદ મુળ રહે.દસાડા કન્યા શાળા પાસે પોલીસ સ્ટેશનની બાજુમાં તા.દસાડા જી.સુરેન્દ્રગનરવાળાની પુછપરછ કરતા આજથી આશરે નવેક મહીના અગાઉ વિરમગામ એચ.ડી.એફ.સી બેક સામે નીકલી બ્રિજ પાસેથી એક કાળા કલરનું બાઇક ચોરી કરેલ જે બાઇકમાં પ્રેટ્રોલ થઇ રેતા તે બાઇક મે વિરમગામ મુંદવાડ અંદર બિનવારસી મુકી દીધેલ હતું તેમ જણાવેલ હોય જેથી બહુચરાજી પોલીસ સ્ટેશનનો સી.એન.જી રીક્ષા ચોરીનો અનડીટેકટ ગુનાનો તથા વિરમગામ ટાઉન પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૨૦૬૧૨૫૦૦૧૩/૨૦૨૫ નો ભેદ ઉકેલતી વિરમગામ ટાઉન પોલીસની ટીમ.તેમજ

(૧) વિરમગામ ટાઉન પો.સ્ટે ગુ.૨.નં-૧૧૧૯૨૦૬૧૨૫૦૦૧૩/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૦૩(૨)

(૨) બહુચરાજી પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ. ગુ.ર.નં.૧૧૨૦૬૦૦૮૨૫૦૩૨૩/૨૦૨૫ બી.એન.એસ કલમ.૩૦૩(૨)

આરોપી સવજીભાઇ કાંતીભાઇ દાતણીયા (દેવીપુજક) નો ગુનાહીત ઈતિહાસ

(૧) વિરમગામ ટાઉન પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૨૦૬૧૨૫૦૫૩૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) તથા

(૨) અમદાવાદ શહેર ઘાટલોડીયા પો.સ્ટે. ગુ.ર.ન. નંબર-૧૧૧૯૧૦૪૪૨૪૦૨૪૪ બી.એન.એસ. કલમ- ૩૦૩(૨) મુજબ

(૩) દસાડા પોલીસ સ્ટેશન ગુ.૨.ન.I/૦૦૦૯/૨૦૧૪

(૪) પાટડી પોલીસ સ્ટેશન ગુ.ર.ન.I/૦૬૦/૨૦૧૬ આઈ.પી.સી કલમ ૩૭૯,૧૧૪ મુજબ

(૫) દસાડા પોલીસ સ્ટેશન ગુ.ર.ન.I/૦૦૫૧/૨૦૧૯ આઈ.પી.સી કલમ ૩૦૨,૩૦૭,૩૨૪,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ વગેરે

(૬) વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ગુ.ર.ન.૧૧૧૯૨૦૬૧૨૫૦૫૮૫/૨૦૨૫ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ

કામગીરીમા રોકાયેલ માણસો

ડો.કે.એસ.દવે પોલીસ ઇન્સપેક્ટર તથા એમ.ડી.જયસ્વાલ પો.સ.ઈ તથા વી.એમ.નમશા પો.સ.ઈ તથા એ.એસ.આઇ હરેશભાઇ દાહ્યાભાઇ બ.નં.૧૩૦૮ તથા આ.પો.કો દિગ્વિજયસિંહ દાદુભા બ.નં.૧૨૪ તથા અ.પો.કો રૂગનાથભાઇ ધારાભાઇ બ.નં.૫૨૪ તથા આ.પો.કો મુકેશભાઈ જેરામજી બ.નં.૧૧૫૫ તથા આ.પો.કો.જયદીપસિંહ જુવાનસિંહ બ.નં.૩૪૪ તથા અ.પો.કો વિરસંગજી પ્રભુજી બ.નં-૨૧૪ તથા અ.પો.કો ચેતનસિંહ નવલસિંહ બ.નં.૧૬૦૩ તથા અ.પો.કો દિવ્યરાજસિંહ મુકેશસિંહ બ.નં.૧૫૯૪ તથા અ.પો.ક સિધ્ધરાજભાઇ વાલજીભાઇ બ.નં-૧૬૫૫

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *