મોનિટર કરવા માટે નિવૃત્ત અધિકારીની આટલા ઊંચા પગાર પર ભરતી કેમ ?
69b1342d-578f-4f8b-adf7-89a26fb84ca6 69b1342d-578f-4f8b-adf7-89a26fb84ca6
(ડૉ.પાર્થિવરાજસિંહ કઠવાડીયા વીડિયો)
શું આ પ્રકારની ઘટનાથી વીર આર્મીના જવાનો અને અધિકારીની ગરિમાને ઠેસ નહીં પહોંચે ? : કોંગ્રેસ પ્રવક્તા ડૉ.પાર્થિવરાજસિંહ કઠવાડીયા
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવા અને રખડતા ઢોરના મામલામાં કાર્યવાહી માટે ₹ 1 લાખના માસિક પગારે એક અધિકારીની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે, જેના પગલે અનેક વિવાદો અને સવાલો ઊભા થયા છે.AMC દ્વારા CNCD વિભાગ (ઢોર નિયંત્રણ અને નિગરાની વિભાગ) અને એસ્ટેટ વિભાગમાં ‘એક્સ આર્મીમેન’ અધિકારીની નિમણૂક કરવામાં આવશે.
આ નિવૃત્ત લશ્કરી અધિકારી મુખ્યત્વે દબાણ અને ઢોર પકડવાની કામગીરી અંગે નિર્ણય લેશે અને CNCD તેમજ એસ્ટેટ વિભાગના અધિકારીઓની કામગીરી પર નજર રાખશે. મુખ્ય સવાલ એ છે કે, AMC પાસે પહેલેથી જ એસ્ટેટ અને CNCD વિભાગના અધિકારીઓ હોવા છતાં, શા માટે તેમને મોનિટર કરવા માટે નિવૃત્ત અધિકારીની આટલા ઊંચા પગાર પર ભરતી કરવામાં આવી રહી છે?
આ નિમણૂકને લઇને મનપાના વહીવટી ખર્ચ અને વર્તમાન અધિકારીઓની કાર્યક્ષમતા પર અનેક સવાલો ઊભા થયા છે જેમ કે શું એસ્ટેટ અને CNCD વિભાગના વર્તમાન અધિકારીઓ તેમની કામગીરી કરી શકતા નથી?” સામાન્ય રીતે, AMC દબાણ હટાવવા કે ઢોર પકડવા માટે માત્ર બાઉન્સરો ની સેવાઓ લેતી હોય છે. હવે, આ બાઉન્સરો અને વિભાગના અધિકારીઓ પર મોનિટરિંગ કરવા માટે મનપા દર મહિને ₹ 1 લાખનો ‘ધુમાડો’ કરશે.
એક્સ આર્મીમેન’ની ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખામાં નિમણૂક થાય તે કેટલા અંશે યોગ્ય? : ડૉ.પાર્થિવરાજસિંહ કઠવાડીયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર પકડવા માટે આર્મીના નિવૃત કર્નલની નિમણૂક અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે એક્સ આર્મીમેન’ની ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખામાં નિમણૂક થાય તે કેટલા અંશે યોગ્ય?આતંકવાદીને પકડવાવાળા, આતંકવાદી ના એન્કાઉન્ટર કરવાવાળા, સીમા પર દેશની રક્ષા કરવાવાળા આર્મીના રેન્ક્ડ કર્નલ કક્ષાના રિટાયર્ડ અધિકારી ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા ઢોર પકડવા ના ડિપાર્ટમેન્ટના એન્ફોર્સમેન્ટ અધિકારી તરીકે નિમણૂક કરે છે તે કેટલા અંશે યોગ્ય?શું જે અધિકારી નો રેન્ક કર્નલ કક્ષા નો છે તે મુજબ યુદ્ધમાં ૮૦૦ થી વધુ જવાનોનું નેતૃત્વ કરતા હોય તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખામાં નિમણૂક થાય તે કેટલા અંશે યોગ્ય? આર્મી ના નિવૃત્ત અધિકારીને જો ગુજરાત માં વધતી ગુનાખોરી ને ડામવા માં મદદ લીધી હોત તો ? નિવૃત્ત અધિકારી ની ગુજરાત રાજ્યમાં સુરક્ષા મુદ્દે ટેકનિકલ આસિસ્ટન્સ લીધું હોત તો ? ક્રાઈમ રેટ ને ઘટાડવા મદદ લીધી હોત તો ?
આંદોલન કરતા નિવૃત્ત જવાનોની વાત સાંભળી તેમની ગરિમાને શોભે તેવા રોજગાર ઊભા કર્યા હોત તો? શું આ પ્રકારની ઘટના થી વીર આર્મીના જવાનો અને અધિકારીની ગરિમા ને ઠેસ નહીં પહોંચે ?

