શહેરમાં નવરંગપુરા,સીજી રોડ, ગુજરાત યુનિવર્સિટી, બોપલ, મીઠાખળી અને હેબતપુરમાં પ્રથમ તબક્કા માટે સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા શરૂ કરાશે :દેવાંગ દાણી

Spread the love
Screenshot

પ્રથમ તબક્કામાં પાર્કિંગ માટે વાહન ચાલકો પાસેથી કોઈ ચાર્જ લેવાશે નહીં : સ્માર્ટ પાર્કિંગની સુવિધા માટે એક કંપનીને વર્ક ઓર્ડર અપાયો

અમદાવાદ

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી સ્માર્ટ પાર્કિંગ સુવિધા અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું કે, દિવાળી બાદ પાંચ સ્થળો પર સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.પ્રથમ તબક્કામાં પાર્કિંગ માટે વાહન ચાલકો પાસેથી કોઈ ચાર્જ લેવાશે નહીં.આમ અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વ બાદ સ્માર્ટ પાર્કિંગની સુવિધા શરૂ કરવામાં આવશે. હવે એપ્લિકેશન મારફતે કયા સ્થળે પાર્કિંગ ખાલી છે તે જાણી શકાશે.નવરંગપુરામાં સીજી રોડ, ગુજરાત યુનિવર્સિટી, બોપલ, મીઠાખળી અને હેબતપુરમાં સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.શહેરમાં ઉમેરાતા વિસ્તારો અને વસ્તીની દ્રષ્ટિએ અ ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. શહેરમાં આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિક સર્જાય છે. પાર્કિંગની સમસ્યાને કારણે શહેરમાં રોડની સ્થિતિ કંઈક જુદી જ જોવા મળે છે. લોકોને હવે ગાડી પાર્ક કરવા માટે પાર્કિંગ શોધવા નહીં ભટકવું પડે.પ્રથમ તબક્કામાં પાર્કિંગ માટે વાહન ચાલકો પાસેથી કોઈ ચાર્જ લેવાશે નહીં. લોકોને પાર્કિંગ શોધવામાં પડતી મુશ્કેલીઓ અને ટ્રાફિક જામથી રાહત મળશે. શહેરમાં દિવાળી બાદ શરૂ કરવામાં આવનાર પાયલટ પ્રોજેક્ટ સફળ થયા બાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ સિસ્ટમ લાગુ કરવાનું આયોજન હાથ ધરાશે.
સ્માર્ટ પાર્કિંગની સુવિધા માટે એક કંપનીને વર્ક ઓર્ડર અપાયો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રથમતબક્કામાંપાંચવ્યાવસાયિકમાર્ગોપરપ્રોજેક્ટ લાગુ કરાશે

1. સી.જી. રોડ

2.સોબોસર્કલથીમેરિગોલ્ડસર્ક

૩. ઝાયડસહોસ્પિટલથીહેબતપુર રોડ

4. યુનિવર્સિટી રોડ

5. મીઠાખળીથીલૉગાર્ડનરોડ

કેવી રીતે કામ કરશે

1. નાગરિક સ્માર્ટ પાર્કિંગ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ખાલી પાર્કિંગ શોધી શકશે

2. IoT સેન્સર્સના રિયલ ટાઈમ ડેટા પરથી ઉપલબ્ધ જગ્યાઓ દર્શાવાશે

3. નાગરિકગાઇડન્સ દ્વારા નિર્ધારિત પાર્કિંગ જગ્યા સુધી પહોંચે છે અને યોગ્ય રીતે વાહન પાર્ક કરી શકશે
4.
મિનિટ પછી મેટલ પ્લેટનો ફ્લેપ ઉઠી વાહનના રિયર વ્હીલને લોક કરશે
5.નાગરિક પરત આવ્યાના સમયે
QR કોડ સ્કેન કરીને ચુકવણી કરશે અને વાહન અનલોક કરશે
6.
સિસ્ટમ સંપૂર્ણ રીતે ડિજિટલ
અને માનવરહિત છે .

7. દરેકપાર્કિંગજગ્યા CCTV કેમેરા દ્વારાસુરક્ષિત છેઅનેઅનધિકૃતવાહનોમાટે મોનીટર કરવામાં આવે છે

8. નાગરિકોનેસહાયમાટેહેલ્પડેસ્કટીમપણઉપલબ્ધ રહેશે.

પ્રોજેક્ટનાઘટકો:

loT સેન્સર્સ: પાર્કિગજગ્યાઓમાંવ્હિકલનીહાજરીઅનેખાલી જગ્યાશોધવામાટે.

ફ્લેપમેકેનિઝમ: મેટલપ્લેટ, જેપ્રવર્તમાનસ્થિતિદર્શાવેછે.

CCTV કેમેરા: વાહનોનીસુરક્ષાઅનેમોનીટરીંગમાટે.

LED બોર્ડ વપરાશમાટેમાર્ગદર્શિકાઅનેખાલી જગ્યાનીમાહિતીદર્શાવવું.

મોબાઇલ/વેબએપ: રિયલ-ટાઇમમાહિતીમાટે.

લાભ:

પાર્કિંગશોધવામાંલાગતોસમયબચેછે.

ટ્રાફિકકન્ટ્રોલથાયછે.

વાહનસુરક્ષિતરહેછે.

ડિજિટલસિસ્ટમથીઆરામદાયકઅનુભવમળેછે.

વેપારીવિસ્તારોમાંઆર્થિક પ્રવૃત્તિવધેછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *