રશિયા કાચા તેલના આયાત પર ભારતને ‘ડબલ ડિસ્કાઉન્ટ આપવા જઇ રહ્યુ

અમેરિકાના દબાણ વચ્ચે રશિયા પાસેથી તેલ ખરીદી વધારશે ભારત, રશિયા પાસેથી કાચા તેલની ખરીદી પર અમેરિકાના 25 ટકા ટેરિફ લગાવ્યા બાદ પણ ભારત આગામી સમયમાં રશિયા પાસેથી કાચા તેલની ખરીદી કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારતીય સામાનોની આયાત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. અમેરિકા ઇચ્છે છે કે, ભારત રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરે અમેરિકાનું તર્ક છે કે, તેનાથી ભારત ચૂકેનની સાથે જંગમાં રશિયાને આર્થિક મદદ આપી રહ્યુ છે. પરંતુ હાલમાં અમેરિકાના દબાણ હેઠળ પણ ભારતે પોતાનું વલણ અડગ રાખ્યુ છે. ભારતનું કહેવું છે કે, દેશમાં ઉર્જા જરુરીયાતને પૂર્ણ કરવા માટે લેવામાં આવેલો તેમનો નિર્ણય વેપાર અને રણનીતિ ક્ષેત્રે યોગ્ય છે.
દરમિયાન, અમેરિકા સાથે ચાલી રહેલી વેપાર વાટાઘાટો વચ્ચે, ભારત આગામી મહિનાઓમાં રશિયન ક્રૂડ ઓઇલની આયાત વધારવા માટે તૈયાર છે. આ સૂચવે છે કે ટ્રમ્પનું પગલું વિપરીત પરિણામ આપતું દેખાય છે. રશિયા ભારતને ક્રૂડ ઓઇલની આયાત પર ‘ડબલ ડિસ્કાઉન્ટ’ ઓફર કરી રહ્યું છે. નવેમ્બરથી શરૂ કરીને, રશિયાએ ભારત માટે બ્રેન્ટ ક્રૂડ લોડિંગ પર પ્રતિ બેરલ $2 થી $2.50 ની ડિસ્કાઉન્ટ ઓફર કરી છે. આ ડિસ્કાઉન્ટ એટલું આકર્ષક છે કે તે યુએસ ટેરિફની અસરને લગભગ સરભર કરશે. જુલાઈ-ઓગસ્ટમાં, રશિયાનું ડિસ્કાઉન્ટ ઘટીને પ્રતિ બેરલ $1 થઈ ગયું હતું, કારણ કે રશિયાએ સ્થાનિક બજારની જરૂરિયાતો પર ભાર મૂક્યો હતો.