ગાંધીનગરના માણસાના વેપારીના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી લંડનના વિઝા કરાવી આપવાનું કહીને વિઝા કન્સલ્ટન્ટે રૂ. 45 લાખની છેતરપિંડી કરી.

ગાંધીનગરના માણસાના 62 વર્ષના વેપારીએ તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રીના લંડનના વિઝા માટે એક વિઝા કન્સલ્ટન્ટને 18 જૂનથી 16 સપ્ટેમ્બર, 2025 વચ્ચે રૂ. 45 લાખ ચૂકવ્યા હતા. તે પછી કન્સલ્ટન્ટે તેમને 22 જુલાઈએ અમદાવાદ એરપોર્ટ પહોંચી જવા કહ્યું હતું. તેઓ તેમના પુત્રને લઈને એ દિવસે એરપોર્ટ પહોંચી ગયા હતા, પરંતુ વિઝા કન્સલ્ટન્ટ ત્યાં આવ્યો જ નહોંતો. જેથી પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતા તેમણે માણસા પોલીસ સ્ટેશનમાં વિઝા કન્સલ્ટન્ટ સામે ફરિયાદ નોંધાવી છે.