વિનુ માંકડ ટ્રોફી મેન્સ અંડર-19 : બરોડા સામે ગુજરાતે 8 વિકેટ જીત મેળવી

Spread the love

લાહલી

આજે ચૌધરી બંસીલાલ ક્રિકેટ સ્ટેડિયમ, લાહલી ખાતે ગુજરાત અને બરોડા વચ્ચે રમાયેલી BCCI ની વિનુ માંકડ ટ્રોફી મેન્સ અંડર-19 એલીટ યુથ લિસ્ટ-A 2025-26 મેચમાં બરોડા ને ગુજરાતે આઠ વિકેટે હરાવી હતી.
બરોડાએ ટોસ જીતી પ્રથમ બેટિંગમાં પસંદગી કરી હતી
બરોડા બેટિંગ – ૨૫.૧ ઓવરમાં ૧૦ વિકેટે ૬૪ રન બનાવ્યા હતા.
વિશ્વાસે ૩૬ બોલમાં ૩ ચોગ્ગા, ૨ છગ્ગા સાથે ૩૨ રન બનાવ્યા
ગુજરાત તરફથી બોલિંગમાં રુદ્ર એન. પટેલે ૭.૧ ઓવરમાં ૧૩ રન આપીને ૭ વિકેટ અને  હેનિલ પટેલે ૫ ઓવરમાં ૨૧ રન આપીને ૨ વિકેટ લીધી હતી
જવાબમાં ગુજરાત બેટિંગ ૧૦.૪ ઓવરમાં ૨ વિકેટે ૬૫ રન બનાવ્યા હતા.મૌલીરાજસિંહ ચાવડાએ ૨૪ બોલમાં ૪ ચોગ્ગા, ૧ છગ્ગા સાથે ૩૦ રન બનાવ્યા હતા. બરોડા તરફથી બોલિંગમાં
કવિર દેસાઈએ ૩.૪ ઓવરમાં ૨૦ રન આપીને ૧ વિકેટ લીધી હતી
આમ ગુજરાતે 8 વિકેટથી જીત મેળવી હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *