૯૦% સાયબર હુમલાં એક ઈમેઈલથી શરૂ થાય છે– શું તમે સુરક્ષિત છો?


લેખકઃ લકીરાજસિંહ ઝાલા : આધુનિક વ્યવસાય (બિઝનેસ) માં ઈમેઈલ એ જીવનરેખા સમાન છે. ક્લાયન્ટ્સ (ગ્રાહકો) સાથેની ચર્ચાઓ, કોટેશન્સ, પેમેન્ટ્સ (ચુકવણીઓ) અને પ્રોજેક્ટની મંજૂરીઓ – બધું તમારા ઈનબોક્સ દ્વારા થાય છે.
પરંતુ જો તમારું એ જ ઈનબોક્સ સાયબર હુમલાનો પ્રવેશદ્વાર બની જાય તો શું થાય?
એક તાજેતરના વૈશ્વિક અહેવાલ મુજબ, સૌથી વધુ ૯૦% સાયબર હુમલાં એક જ ઈમેઈલથી શરૂ થાય છે. હેકર્સને હંમેશાં જટિલ (કોમ્પ્લેક્સ) સિસ્ટમ્સ તોડવાની જરૂર હોતી નથી – તેઓ માત્ર રાહ જુએ છે કે કોઈ વ્યક્તિ ભૂલથી ખોટી લિંક પર ક્લિક કરે અથવા જોખમી એટેચમેન્ટ ખોલે.
જયારે ઈમેઈલ હેક થાય છે ત્યારે શું થાય છે?
જ્યારે હેકર્સ તમારા ઈમેઈલ પર નિયંત્રણ મેળવી લે છે, ત્યારે નુકસાન માત્ર ટેકનિકલ સમસ્યા પૂરતું મર્યાદિત નથી રહેતું. તમારો વ્યવસાય, નાણાં અને પ્રતિષ્ઠા (બ્રાન્ડ) બધું જોખમમાં મુકાય છેઃ
* નાણાકીય છેતરપિંડી: હેકર્સ ક્લાયન્ટ્સને નકલી ઈન્વૉઇસ (બિલ) મોકલીને પેમેન્ટ્સ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી શકે છે.
* ડેટા ચોરી: વ્યવસાયના ગુપ્ત દસ્તાવેજો, ભાવ-નિર્ધારણ (પ્રાઈસીંગ) અને ગ્રાહકોના રેકોર્ડ્સ ચોરાઈ શકે છે.
* રેન્સમવેર હુમલાઃ તમારી સિસ્ટમ બ્લોક થઈ શકે છે અને હેકર્સ તેને છોડાવવા માટે મોટી રકમ (મુક્તિની રકમ) ની માંગણી કરી શકે છે.
* ઓળખની ચોરી (Identity Spoofing): હેકર્સ તમારી ઓળખનો દુરુપયોગ કરીને ગ્રાહકોનો વિશ્વાસ અને વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડી શકે છે.
સૌથી જોખમી બાબત? દેખાવમાં બધું સામાન્ય લાગે છે. અને મોટાભાગના વ્યવસાય માલિકોને નુકસાન થઈ ગયા પછી જ આ અંગેની જાણ થાય છે.

ભારતીય ઉદાહરણો અને આર્થિક પરિસ્થિતિ
ભારતમાં ઈમેઈલ હેકિંગ અને સાયબર હુમલામાં સતત વધી રહેલી ઘટનાઓ પર ધ્યાન આપવું જરૂરી છેઃ
* ફિશિંગ હુમલાઃ ભારતમાં આ વર્ષે ફિશિંગના લગભગ ૮૦ મિલિયન પ્રયાસો નોંધાયા છે, જે એશિયા-પેસિફિક ક્ષેત્રના કુલ હુમલાનો લગભગ ૩૩% હિસ્સો છે.
* માલવેર સંક્રમણઃ ૨૦૨૩-૨૪ દરમિયાન ભારતે ૩૯૯ મિલિયન માલવેર ઘટનાઓ નોંધાવી, જે સરેરાશ પ્રત્યેક મિનિટે ૭૦૨ જોખમો દર્શાવે છે.
* કેડેન્શિયલ ચોરી: ૨૦૨૫ માં કેડેન્શિયલ ચોરીના કિસ્સાઓમાં ૧૬૦% વૃદ્ધિ જોવા મળી, જેમાં એક જ મહિનામાં ૧૪,૦૦૦ કેસ નોંધાયા છે.
આ આંકડા સ્પષ્ટપણે સાબિત કરે છે કે નાના અને મધ્યમ કદના વ્યવસાયો
ઉદ્યોગસાહસિકો માટે જોખમ
વ્યવસાયના નિષ્ણાત હોવા છતાં, ઉદ્યોગસાહસિકો ઘણીવાર સાયબર સુરક્ષામાં નિષ્ણાત હોતા નથી. નાના અને મધ્યમ કદની કંપનીઓ ઈમેઈલ સુરક્ષા પર પૂરતું ધ્યાન આપતી નથી, અને હેકર્સને આ એક સારી તક લાગે છે. જાતે સુરક્ષિત રહેવા માટે સરળ પગલાં તમારે ટેકનિકલ નિષ્ણાત બનવાની જરૂર નથી, પરંતુ કાળજીપૂર્વક આ પગલાં અપનાવો:
* મજબૂત અને અનોખા પાસવર્ડ્સઃ દરેક એકાઉન્ટ માટે અલગ પાસવર્ડ સેટ કરો અને ટૂ-સ્ટેપ વેરિફિકેશન (Two-Factor Authentication) નો ઉપયોગ કરો.
* સંદિગ્ધ લિક કે એટેચમેન્ટ પર ક્લિક ન કરો: અજાણ્યા સ્રોતમાંથી આવતા ઈમેઈલમાં રહેલી લિંક કે ફાઇલ ખોલતા પહેલા બે વાર વિચાર કરો.
(જીઈજ) માટે ઈમેઈલ સુરક્ષા ખાસ કરીને આવશ્યક છે.
* પેમેન્ટ પહેલાં ચકાસણી કરો: પૈસા અથવા સંવેદનશીલ માહિતી મોકલતા પહેલાં, ફોન કરીને અથવા અન્ય માધ્યમથી મોકલનાર સ્રોતની ખાતરી કરો.
કરો.
* પાસવર્ડ નિયમિતપણે બદલો અને તેને ક્યારેય કોઈની સાથે શેર ન કરો.
* ઈમેઈલ સુરક્ષા ટૂલ્સઃ તમારી IT ટીમને મજબૂત ઓથેન્ટિકેશન (પ્રમાણીકરણ) અને ફિલ્ટર્સ સેટ કરવા માટે કહો.

અંતિમ વિચાર
ઈમેઈલ સુરક્ષા “માત્ર ટેકનીકલ” ભાબત નથી, પરંતુ વ્યવસાયની સમજદારી (બિઝનેસ-સ્માર્ટનેસ) છે. એક ખોટા ક્લિકથી લાખોનું નાણાકીય
નુકસાન, ગ્રાહકોનો વિશ્વાસ ગુમાવવો, અથવા કંપનીની પ્રતિષ્ઠા પર ગંભીર અસર પડી શકે છે.
“તમારું ઈનબોકસ તમારા વ્યવસાયનો મુખ્ય દરવાજો છે. તેને હંમેશાં લૉક રાખો, કારણ કે એક ખોટી ઈમેઈલ આપના દરવાજા ખોલી શકે છે.”
ઝાલા, લકીરાજસિંહ સાયબરસિક્યુરિટી એક્સપર્ટ VCISO અને LuckyITના સ્થાપક