દિલ્હી યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થિની સાથે બળજબરી, ટી-શર્ટ ફાડી

Spread the love

 

દિલ્હીમાં સાઉથ એશિયન યુનિવર્સિટી (SAU)ની 18 વર્ષની વિદ્યાર્થિની પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના 12 ઓક્ટોબરની મોડીરાત્રે બની હતી. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે ચાર આરોપીએ તેને યુનિવર્સિટી કેમ્પસમાં પકડી લીધી હતી અને તેની ટી-શર્ટ ફાડી નાખી હતી. તેમણે તેનું પેન્ટ કાઢવાનો પણ પ્રયાસ કર્યો હતો. જ્યારે પીડિતાએ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ તેની જાંઘ પર પગ મૂક્યો. પછી તેમણે તેની આંખોમાં આંગળી નાખી. એક આરોપીએ તેનું મોં બળજબરીથી ખોલ્યું અને ગર્ભપાતની ગોળી આપી, જોકે દવા આપવાનું કારણ જાહેર થયું નથી. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે પીડિતા જેબી. ટેકના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની છે, 13 ઓક્ટોબરની સવારે કેમ્પસમાં ઘાયલ હાલતમાં મળી આવી હતી. પીડિતાએ એફઆઈઆર નોંધાવી છે અને ચારેય આરોપીઓ ફરાર છે.
મહિલાએ પોતાની FIRમાં આરોપ લગાવ્યો છે કે ઘટનાના થોડા દિવસો પહેલાં આર્યન યશ નામની એક વ્યક્તિએ તેને ઈમેલ અને સોશિયલ મીડિયા દ્વારા અશ્લીલ અને ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા. આ પછી વ્હોટ્સએપ અને ટેલિગ્રામ પર મેસેજો આવવા લાગ્યા, જેમાં મોકલનાર વ્યક્તિએ વિદ્યાર્થિનીનો પ્રોફાઇલ ફોટો એડિટ કરીને તેને નિર્વસ્ત્ર કરી અને ધમકી આપી કે જો તે એક કલાકમાં યુનિવર્સિટીના ગેટ નંબર 3 પર નહીં આવે તો તે ફોટો તમામ વિદ્યાર્થીઓને મોકલવામાં આવશે. આ વાતની બીકથી વિદ્યાર્થિની હોસ્ટેલ છોડીને બિલ્ડિંગની પાછળ ગઈ. ત્યાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. થોડે દૂર ચાલ્યા પછી એક ગાર્ડ નજીક આવ્યો અને પૂછ્યું કે તે ક્યાં જઈ રહી છે. પીડિતાએ એફઆઈઆરમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે એક આરોપીએ તેના જાંઘ પર પગ મૂક્યો, તેના માથા પર માર માર્યો અને તેની આંખમાં આંગળી નાખી. બીજા આરોપીએ તેના મોંમાં ગર્ભપાતની ગોળી નાખી, જોકે તેણે એ થૂંકી દીધી. આ દરમિયાન યુનિવર્સિટીનો એક કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યો અને આરોપી પીડિતાને ઘાયલ કરીને ભાગી ગયો. બાદમાં વિદ્યાર્થિનીના મિત્રો પહોંચ્યા અને તેને હોસ્ટેલમાં પાછી લઈ ગયા.
સાઉથ દિલ્હીના ડીસીપી અંકિત ચૌહાણે જણાવ્યું હતું કે કેમ્પસમાંથી સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે અને આરોપીઓને શોધવા માટે તમામ કડીઓ શોધી કાઢવામાં આવી રહી છે.
યુનિવર્સિટીએ આ ઘટનાની તપાસ કરવા અને 10 દિવસમાં રિપોર્ટ સુપરત કરવા માટે એક સમિતિની પણ રચના કરી હતી. આ દરમિયાન આ ઘટના બાદ કેમ્પસમાં વિરોધપ્રદર્શનો ફાટી નીકળ્યાં હતાં, જેમાં વિદ્યાર્થીઓએ એડમિનિસ્ટ્રેશન બ્લોકમાં આઠ કલાકથી વધુ સમય સુધી ધરણાં કર્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *