
JG યુનિવર્સિટીમાં સિક્યોરિટી ગાર્ડ અને ABVPના કાર્યકર્તાઓ વચ્ચે ગત 10 તારીખે ઘર્ષણ થયું હતું. એમાં લાકડીઓ અને લોખંડની પાઇપો વડે મારામારી થતાં ABVPના કેટલાક કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા હતા. ABVP દ્વારા 6 લોકો સામે જાતિવિષયક ટિપ્પણી કરતાં બંને વચ્ચે ઘર્ષણ થયું હતું. એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન લડી લેવાના મૂડમાં આવી ગયું છે. દૂરદર્શન ટાવરથી લઈને JG યુનિવર્સિટી સુધી ABVPના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં રેલી કાઢી હતી. કાર્યકરોને કોલેજમાં જતાં અટકાવવા માટે ગેટ પર જ મોટી સંખ્યામાં પોલીસકાફલો તહેનાત કરી દેવાયો હતો. રેલી JG યુનિવર્સિટી પહોંચતાં જ કાર્યકરોને કોલેજમાં ન જવા દેતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે. ભીડ બેકાબૂ થતાં વધુ પોલીસકાફલો બોલાવાયો છે. કોલેજ બહાર જ કાર્યકરો ધરણાં પર બેસી ગયા હતા અને રામધૂન બોલાવી હતી. સ્થિતિ વધુ ગંભીર બનતાં JCP નીરજકુમાર બડગુજર અને DCP હર્ષદ પટેલ પણ પહોંચી ગયા છે. એક કલાકથી વધુ સમય બાદ ABVPના કાર્યકર્તાઓને આખરે JG યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. પોલીસે લાકડીઓ વડે કોર્ડન કર્યું છે. 10 ઓક્ટોબરે JG યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. સિક્યોરિટી ગાર્ડ દ્વારા લાકડીઓ વડે હુમલો કર્યાનો ABVPએ આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા હતા. ABVPના 7 જેટલા કાર્યકર્તાઓને ગંભીર ઈજાઓ થઈ હતી. ABVPએ 6 લોકો સામે જાતિવિષયક ટિપ્પણી કરીને કાર્યકર્તાઓ પર લાકડીઓ વડે હુમલો કર્યો હોવાની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લેખિતમાં ABVPએ માગ કરી છે કે, ઉવારસદમાં જગ્યા ફાળવવામાં આવી છે અને અહી યુનિવર્સિટી કઈ રીતે ચાલે છે, વહેલી તકે અહીંયા બંધ કરવામાં આવે. શાળા અને કોલેજ એક કેમ્પસમાં ચાલતી હોવાથી પાર્કિંગ માટે પૂરતી જગ્યા ના હોવાથી તે યોગ્ય કરવામાં આવે. 10 તારીખે હુમલો થયો તેમાં જે પણ સંડોવાયેલા લોકો છે તેમની સંસ્થાના તમામ હોદ્દા પરથી હકાલપટ્ટી કરવામાં આવે. જો આટલી માંગણી પુરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની અને ગુજરાતના તમામ ABVPના કાર્યકર્તાઓને એકઠા કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ABVPના આવેદન બાદ JG યુનિવર્સિટીના રજીસ્ટ્રાર વૈભવ શાહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, યુનિવર્સિટી અહીંયા ચલાવવાની અમને પરવાનગી મળી છે. ઓરિજનલ પરવાનગી ઉવારસદમાં મળી છે. કોઈ પણ ખોટું કર્યા વગર જ કાયદાકીય રીતે યુનિવર્સિટી ચલાવીએ છીએ. UGCએ યુનિવર્સિટીને ડિફોલ્ટ જાહેર કરી છે, કેમ કરી છે તેને લઈને અમે તપાસ કરી રહ્યા છીએ. ઘર્ષણ કઇ રીતે થયું તેને લઈને તપાસ કરી રહ્યા છીએ અને તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરીશું. અમને અમદાવાદમાં કેમ્પસ ચલાવવાની પરવાનગી હાયર એજ્યુકેશને આપી છે. ઘર્ષણ સમયે યુનિવર્સિટીમાં દંડા ક્યાંથી આવ્યા તે અમને ખબર નથી.જ્યારે અચ્યુત દાણી કેમ ગેરહાજર રહ્યા અને ઘર્ષણ સમયે યુનિવર્સિટીમાં લાકડીઓ ક્યાંથી આવી તેને લઈને રજીસ્ટ્રારે મૌન ધારણ કર્યું. લેખિતમાં આવેદનપત્ર આપી તમામ માગ પૂરી કરવા ABVPએ માગ કરી છે. જો માગ નહીં સ્વીકારાય તો ફરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતભરના કાર્યકર્તાઓને એકત્ર કરવાની ABVPએ તૈયારી બતાવી છે. ABVPના નેતા ધ્રુમિલ અખાનીએ રજૂઆત કરી હતી કે અચૂત દાણી અને સિક્યુરિટી ઇન્ચાર્જ ધીરજ દેસાઈને કોલેજમાંથી મુક્ત કરવામાં આવે. ABVPએ લેખિત આવેદનપત્ર આપ્યું છે. કાર્યકરોને કોલેજનો ગેટ ખોલીને કોલેજમાં બેસાડવામાં આવ્યા છે. જે.જી.ના રજિસ્ટ્રારે ABVPના કાર્યકરો સાથે વાત કરી હતી. રજૂઆત દરમિયાન ABVPના કાર્યકરોએ પેપર ઉડાવ્યા હતા. રજિસ્ટ્રાર અને કાર્યકરો વચ્ચે 4 ફૂટનું અંતર રાખવામાં આવ્યું છે. એક કલાકથી વધુ સમય બાદ ABVPના કાર્યકર્તાઓને આખરે JG યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. પોલીસે લાકડીઓ વડે કોલેજમાં કોર્ડન કર્યું છે. ABVPના કાર્યકરો રજૂઆત કરશે. જે.જી.કોલેજ તરફથી એક ડેલીગેશન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા ગેટ પર આવ્યું છે. સાથે જ JCP નીરજ બડગુજરે પણ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હાલમાં છેલ્લા 45 મિનિટથી ABVPના કાર્યકરો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ગેટ બહાર જ ABVPના કાર્યકર્તાઓએ ધરણા શરૂ કર્યા. ભીડ બેકાબૂ થતા ABVPના મહિલાઓની પણ પોલીસ સાથે ઝપાઝપી થઈ છે. ભીડ વધતા એસીપી કોલેજની અંદર જતા રહ્યા છે.