ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું છે. તેમણે બીઆર ચોપરાની મહાભારતમાં ‘કર્ણ’ની ભૂમિકા ભજવી હતી.
જોકે, થોડા મહિના પહેલા તે ફરી કેન્સર થયું જેના કારણે તેઓ ખૂબ જ બીમાર પડ્યા. તેમની મોટી સર્જરી પણ થઈ. તેમના મિત્ર ફિરોઝ ખાને ઇન્સ્ટાગ્રામ પર પંકજ ધીરના મૃત્યુના સમાચાર શેર કર્યા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4:30 વાગ્યે પવન હંસ ખાતે કરવામાં આવશે.
આ રોગને કારણે તેમની મોટી સર્જરી પણ થઈ હતી, પરંતુ પંકજને બચાવી શકાયા નહીં. પંકજના મૃત્યુના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. ચાહકો પણ દુ:ખી છે. ચાહકો અને સેલિબ્રિટીઓ અશ્રુભીની આંખો સાથે પંકજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
પંકજે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અસંખ્ય પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું. જોકે, તેમણે બીઆર ચોપરાની 1988ની મહાભારતથી ખ્યાતિ મેળવી હતી. આ શોમાં અભિનેતાએ કર્ણની ભૂમિકા ભજવી હતી. તેમણે આ પાત્રને જે ગંભીરતાથી ભજવ્યું હતું તે હજુ પણ ઉદાહરણ તરીકે ટાંકવામાં આવે છે. ટીવી શો ઉપરાંત, પંકજે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓ ચંદ્રકાંતા અને ધ ગ્રેટ મરાઠા સહિત અનેક પૌરાણિક શોનો ભાગ હતા. તેમણે સોલ્જર, બાદશાહ અને સડક જેવી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. પંકજને એક પુત્ર નિકિતિન ધીર છે, જે શોબિઝમાં એક્ટિવ છે. તેની પત્ની કૃતિકા સેંગર પણ એક અભિનેત્રી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહાભારત ટીવી શોમાં અર્જુનનું પાત્ર ભજવનાર અભિનેતા ફિરોઝ ખાને પણ પંકજ ધીરના મૃત્યુની પુષ્ટી કરી છે. પંકજ અને ફિરોઝ વાસ્તવિક જીવનમાં ખૂબ સારા મિત્રો હતા. પોતાના મિત્રના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા ફિરોઝે સોશિયલ મીડિયા પર એક તાજેતરની પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું, “અલવિદા મારા મિત્ર, અમે તમને ખૂબ જ યાદ કરીશું.”