
ભારતીય શેરબજારમાં આગામી સોમવારે થનારા મુહૂર્તના સોદા પૂર્વે સતત ચાલુ રહેલા હકારાત્મક વલણ અને જે રીતે માર્કેટમાં ખરીદી દેખાઇ રહી છે. તે સાથે સેન્સેકસ એક તબકકે 84,172ની સપાટીની ઉંચાઇએ પહોંચ્યા પછી નફારૂપી વેચવાલીના કારણે હાલ 488 પોઇન્ટના વધારા સાથે 83,956એ ચાલી રહ્યો છે. બીજી તરફ નિફટીમાં પણ ર5,800ની સપાટી જોવા મળી હતી અને આજે 126 પોઇન્ટના વધારા સાથે રપ,પ46 એ ચાલી રહ્યો છે. આમ 450 પોઇન્ટનો એકંદર વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને અનેક કોર્પોરેટ પરિણામો જાહેર થઇ રહ્યા છે અને તેમાં હકારાત્મક સંકેત જોવા મળે છે. જોકે ગઇકાલે વધેલા યશ બેંક સહિતની સ્ક્રીપ્ટોમાં પણ આજે થોડી ઢીલાશ જોવા મળી હતી. જાપાનીઝ બેંકે યશ બેંકમાં વધુ મુડી નાખવાની ના પાડતા શેરમાં 5 ટકા જેવો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ સપ્તાહના અંતે માર્કેટ પોઝીટીવ ટ્રેન્ડ સાથે બંધ આવે તેવા સંકેત છે.