દિવાળીના શુભ અવસર પર, ગુજરાત પોલીસ વિભાગ ખુશીઓથી ઝળહળી ઉઠ્યું છે! રાજ્યના ડીજીપી વિકાસ સહાયે તાત્કાલિક અસરથી 33 નિઃશસ્ત્ર પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ના હોદ્દા પર બઢતી આપી છે, અને 182 પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે બદલીના આદેશો પણ જારી કર્યા છે. આ ‘દિવાળી ખાસ’ નિર્ણયથી પોલીસ કર્મચારીઓમાં ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ છે.