- ચાર એજન્ટોએ નોકરી સાથે અમેરિકામાં સ્થાયી કરવાની ખાતરી આપી 85 લાખ રુપિયા લીધા
- બંનેને અનેક દેશોમાં ફેરવ્યા પણ તેઓ ક્યારેય અમેરિકા પહોંચી શક્યા નહીં
- આરોપીઓએ 45 લાખ પાછા આપી દીધા પણ 40 લાખ રુપિયા પરત ન કર્યા
ગાંધીનગરના એક ખેડૂત સાથે ચાર વ્યક્તિઓએ 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરી ફરિયાદ નોંધાઇ છે. આ લોકોએ તેમના પુત્ર અને પુત્રવધૂને અમેરિકા મોકલવાનું વચન આપી 85 લાખ રૂપિયા લીધા હતા.
આ દંપતીને એક મહિનાથી વધુ સમય માટે વિવિધ દેશોમાં લઈ જવામાં આવ્યું હતું પરંતુ તેઓ ક્યારેય અમેરિકા પહોંચ્યા ન હતા. આરોપીઓએ માત્ર 45 લાખ રૂપિયા જ પરત કર્યા હતા.
ગાંધીનગરના સરધવ ગામના 52 વર્ષીય ખેડૂતે પેથાપુર પોલીસમાં ગાંધીનગરના સરગાસણમાં રહેતા ચાર લોકો વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસ ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદીમાં જણાવ્યું હતું કે તેમનો 25 વર્ષનો નાનો પુત્ર નોકરી માટે અમેરિકા જવા માંગતો હતો. મે ૨૦૨૪ ના બીજા અઠવાડિયામાં સરધવ ગામમાં તે એજન્ટને મળ્યો હતો અને એજન્ટે ખાતરી આપી હતી કે તે અન્ય ત્રણ લોકો સાથે અમેરિકા મોકલી શકે છે.
ફરિયાદમાં ખેડુતે વધુમાં જણાવ્યું છે કે ચારેય અમારા ઘરે આવ્યા અને અમને જણાવ્યું કે લોકોને કાયદેસર રીતે વિદેશ મોકલે છે. તેમણે અમને ખાતરી આપી કે મારા પુત્ર અમેરિકામાં સ્થાયી કરશે અને સારા પગારવાળી નોકરી પણ અપાવશે.
ફરિયાદીએ આરોપ લગાવ્યો કે સમુદાયના કેટલાક સભ્યોએ પણ તેમને ખાતરી આપી હતી કે એજન્ટો તેમના પુત્ર અને તેમના પુત્રની પત્નીને વિદેશ મોકલશે. ત્યારબાદ આરોપીઓએ તેમના પુત્ર અને પૂત્રવધુને યુએસ મોકલવા માટે 1.2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, જેમાંથી 60 લાખ રૂપિયા એડવાન્સ ચૂકવવાના હતા, અને બાકીની રકમ તેઓ અમેરિકા પહોંચે તે પછી આપવાના હતા. મેં બચત અને લોન લઇને તે રકમ આપી હતી.
ફરિયાદીએ જણાવ્યું હતું કે 21 મેના રોજ, ચારેય તેમના ઘરે આવ્યા 10 લાખ રૂપિયા લીધા અને તેમના પુત્ર અને પુત્રવધૂને એરપોર્ટ પર લઈ ગયા, તેમને ખાતરી આપી કે તેઓ પહેલા મુંબઈ અને પછી ન્યુ યોર્ક જશે. મારો પુત્ર અને પુત્રવધૂ અમારા ઘરેથી નીકળી ગયા, અને પછી, જ્યારે મેં મારા પુત્રનો સંપર્ક કર્યો, ત્યારે તેણે મને જાણ કરી કે તેઓ મુંબઈમાં છે અને રાહ જોવાનું કહેવામાં આવ્યું. તેઓ 10 દિવસ મુંબઈમાં રહ્યા અને પછી વિયેતનામ લઈ જવામાં આવ્યા, જ્યાં તેઓ થોડા દિવસ રહ્યા, અને પછી થાઈલેન્ડ લઇ જવાયા. જોકે, તેઓ ક્યારેય અમેરિકા પહોંચ્યા નહીં.
ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમના પુત્ર અને પુત્રવધૂને લગભગ દોઢ મહિના સુધી વિવિધ દેશોમાં લઈ જવામાં આવ્યા હતા. એકવાર તેઓ તેમનો પાસપોર્ટ પાછો મેળવવા માટે ભારત પાછા ફર્યા, ત્યારે તેમને 10 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા. ફરિયાદીના જણાવ્યા મુજબ, ચારેય તેમને ચૂકવેલા કુલ 85 લાખ રૂપિયામાંથી 45 લાખ રૂપિયા પરત કર્યા છે, પરંતુ 40 લાખ રૂપિયા પરત કર્યા નથી.