

શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન અંબાજી ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. મોટી સંખ્યામાં ભક્તો માતા અંબાના દર્શનાર્થે આવે છે. હાલમાં ચાલી રહેલા દિવાળી પર્વ નિમિત્તે શક્તિપીઠ અંબાજી મંદિરને વિવિધ પ્રકારની રોશનીથી શણગારવામાં આવ્યું છે. દિવાળી પર્વને અનુલક્ષીને અંબાજી ખાતે સુંદર લાઈટિંગ કરવામાં આવી છે. મંદિરના શિખરથી લઈને સમગ્ર પરિસરને રંગબેરંગી લાઈટોથી સુશોભિત કરવામાં આવ્યું છે, જે રાત્રિ દરમિયાન મંદિરની ભવ્યતામાં વધારો કરે છે. દિવાળીને પ્રકાશ અને રોશનીના પર્વ તરીકે ઓળખવામાં આવે છે. આ પવિત્ર અવસરે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ પૈકીના એક એવા અંબાજી મંદિરને વિશેષ રીતે સજાવવામાં આવ્યું છે. દિવાળી અને નવા વર્ષ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો માતા અંબાના દર્શન કરવા અંબાજી આવવાની અપેક્ષા છે. આ રોશની ભક્તોમાં ઉત્સાહ જગાવી રહી છે.