3 મહિને ફરિયાદ:ટ્રકમાં 45 પાડા ભરીને કતલખાને લઈ જતા એક પાડાનું મોત,કોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધાઈ

Spread the love

બોપલના વકીલ સાહેબ બ્રિજ પર 3 મહિના અગાઉ એક ટ્રકમાં 45 પાડાની ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવામાં આવું રહ્યા હતા.એક વ્યક્તિને ટ્રક રોકતા ડ્રાઈવર ટ્રક મુકીને નાસી ગયો હતો.પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચીને તપાસ કરતા 45 પાડા ટ્રકમાં હતા જેમાંથી એકનું મોત થયું હતું. આ અંગે જે તે સમયે ફરિયાદ ન લેતા NGO દ્વારા કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટ દ્વારા સરખેજ પોલીસને ફરિયાદનો આદેશ કરતા પોલીસે એનિમલ ક્રુઅલ્ટીની ફરિયાદ નોંધી છે.

23 જુલાઈના રોજ એક આઇશર ટ્રેક વકીલ સાહેબ બ્રિજ પરથી પાડા ભરીને જઈ રહી હતી.દિનેશભાઈ નામના વ્યક્તિએ બ્રિજ પર ટ્રક રોકતા ડ્રાઈવર ટ્રક મુકીને નાસી ગયો હતો. દિનેશભાઇએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોચી હતી.પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી 45 પાડા મળી આવ્યા હતાં. જેમાંથી એક પાડાનું મોત થયું હતું. બાકીના પાડા ડોક્ટરની દેખરેખ હેઠળ આપવામાં આવ્યા હતા.આ પાડામાંથી હાલમાં અનેક પાડા ઊભા રહી શકતા નથી. આ બનાવ અંગે સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી હતી. પરંતુ ફરિયાદ નોંધવામાં આવી નહોતી.ગીતાબેન રાંભિયા ટ્રસ્ટના હિનલ શાહે કોર્ટમાં આ અંગે અરજી કરી હતી.કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવતા સરખેજ પોલીસે બનાવના 3 મહિના બાદ આઇશર ટ્રકના માલિક શાહિદહુસૈન શેખ,ક્લીનર મોહમ્મદઅલી પવા અને ડ્રાઈવર હસનઅલી શેખ સામે ફરિયાદ નોંધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *