ગરદનની આસપાસ મસા થાય છે? આ બીમારીઓનો સંકેત હોઈ શકે છે, રહો સાવધાન

Spread the love

 

 

ગરદનની આસપાસ મસાઓ વધવા હોર્મોનલ અસંતુલન, ઇન્સ્યુલિન પ્રતિકાર, સ્થૂળતા અથવા ડાયાબિટીસ જેવા ગંભીર કારણો સાથે સંકળાયેલ હોઈ શકે છે

ગરદનની આસપાસ નાના મસા Warts અથવા સ્કિન ટૅગ્સ દેખાવા સામાન્ય લાગે છે, પરંતુ તે ક્યારેક ફક્ત કોસ્મેટિક સમસ્યા કરતાં વધુ હોઇ શકે છે, જે અંતર્ગત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત આપે છે. ઘણા લોકો તેને ઉંમર અથવા સામાન્ય ત્વચાની સ્થિતિના સંકેત સમજીને ફગાવી દે છે, પરંતુ જો તે ચાલુ રહે છે અથવા ખંજવાળ કે બળતરા પેદા કરે છે, તો તેને હળવાશથી ન લેવું જોઈએ

ગરદનની આસપાસ મસાઓ વધવા હોર્મોનલ અસંતુલન, ઇન્સ્યુલિન પ્રતિકાર, સ્થૂળતા અથવા ડાયાબિટીસ જેવા ગંભીર કારણો સાથે સંકળાયેલ હોઈ શકે છે. તેથી તેમની ઓળખ અને યોગ્ય સારવાર ખૂબ જ મહત્ત્વની છે. ચાલો જોઇએ કે ગરદન પર મસા ક્યા રોગો સૂચવી શકે છે અને તેમને કેવી રીતે અટકાવી શકાય. 3 રોગોના લક્ષણો હોઇ શકે

ડાયાબિટીસ અથવા ઈન્સ્યુલિન રેજિસ્ટન્સનો સંક્તિ:
જો ગરદન અથવા બગલની આસપાસ અચાનક તલ વધવા લાગે, તો તે ઇન્સ્યુલિન પ્રતિકારનો સંકેત હોઈ શકે છે. આ સ્થિતિમાં શરીર ઈન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી, જેના કારણે બ્લડ સુગરનું સ્તર અસંતુલિત થાય છે.
સંશોધન મુજબ આ વ્યક્તિઓમાં મસ્સાની સાથે સાથે ગરદનનો રંગ પણ કાળો પડી શકે છે. એકેન્ફોસિસ નિગ્રીકન્સ નામની સ્થિતિ પણ થઈ શકે છે. આવા કિસ્સાઓમાં બ્લડ સુગર ટેસ્ટ જરૂરી છે.

હોર્મોનલ ફેરફારો અથવા સ્થૂળતા:
સ્ત્રીઓમાં હોર્મોનલ અસંતુલન અથવા પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ (PCOS) પણ મસાઓનું કારણ બની શકે છે. વજનમાં વધારો અને હોર્મોનલ વધઘટ ત્વચાના કોષોના વિકાસને અસર કરે છે. જેના કારણે આ નાના ગ્રોથ્સ વિકસિત થાય છે. સ્થૂળતા પણ એક મુખ્ય કારણ છે, કારણ કે તે ત્વચાના ફ્રોલ્ફલ્ડ્સ વચ્ચે ઘર્ષણ વધારે છે અને મસાઓની રચના તરફ દોરી જાય છે.

સ્કિન ફ્રિક્શન કે હ્યુમિડિટી
ક્યારેક ગરદન પર મસા કોઈ રોગને કારણે થતા નથી, પરંતુ સતત ઘસવાથી અથવા પરસેવાથી થાય છે. ય છે. ખાસ કરીને ગરમ અને ભેજવાળા હવામાનમાં તેમજ ગરદન પર ઘરેણાં અથવા કપડાંના ઘર્ષણના સંપર્કમાં આવે ત્યારે ત્વચાના ટૅગ્સ વિકસી શકે છે.
જો કે આ હાનિકારક નથી. પરંતુ જો તેમની સંખ્યા વધી રહી હોય અથવા દુખાવો થતો હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
મસા નિવારણ અને સાવચેતીઓ શરીરનું વજન નિયંત્રણમાં રાખો. ગરદન અને બગલને સ્વચ્છ અને સૂકા રાખો. કૃત્રિમ કપડાં ટાળો, સુતરાઉ કપડાં પહેરો વધુ પડતા ઘરેણાં કે ચેઈન પહેરવાનું ટાળો. મસાઓ જાતે કાપવાની કે ખંજવાળવાની ભૂલ ન કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *