ગાંધીનગર શહેર ભાજપ દ્વારા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહનો જન્મદિવસની ઉજવણી કરાઇ
રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં શહેર ભાજપ દ્વારા ગાંધીનગર મનપાના ૧૫૦૦ સફાઈ કામદારો માટે સમરસ ભોજન સમારંભ અને સ્વેટર વિતરણનો કાર્યક્રમ યોજાયો
નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ સફાઈ કર્મચારીઓ સાથે બેસીને ભોજન લીધું
શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો વિવિધ સેવાકાર્યોમાં ઉપસ્થિત રહ્યા
ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ આશિષકુમાર દવેના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર શહેર ભાજપ પરિવાર દ્વારા ટાઉનહોલ સેકટર ૧૭ ખાતે ગાંધીનગર મનપાના ૧૫૦૦ સફાઈ કામદારો માટે સમરસ ભોજન સમારંભ અને સ્વેટર વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહી સફાઈ કર્મચારીઓ સાથે બેસીને ભોજન લીધું હતું અને વાર્તાલાપ કર્યો હતો.
આ ઉપરાંત શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે શહેર ભાજપ દ્વારા સુખડેશ્વર ગૌ ધામ, પેથાપુર ખાતે ગૌમાતાને ઘાસચારો અને વિવિધ પ્રકારના અન્નની સેવા, કૈલાશધામ વૃદ્ધાશ્રમ ખાતે ભોજન વિતરણ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે નિશુલ્ક આહાર કેન્દ્રમાં મીઠાઈ વિતરણ સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવ્યાં હતાં જેમાં શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ સંગઠન અને મહાનગરપાલિકાના ભાજપના પદાધિકારીઓ, સિનિયર આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.










