વોશિંગ્ટન, 24, ઓક્ટોબર, 2025: અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ઊંચી ટેરિફની અસર હાલમાં ભલે સીમિત દેખાઇ રહી હોય, પરંતુ જો આ સ્થિતિ યથાવત રહેશે તેની વ્યાપક અસર આગામીસપ્તાહે દેખાિ શકે છે. વર્લ્ડ બેન્કે મંગળવારે જારી કરેલા પોતાના નવીનતમ પૂર્વાનુમાનમં કહ્યુ કે નાણાંકીય વર્ષ 2026-27માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર (GDP Growth Rate)માં 20 બેઝિઝ પોઇન્ટનો ઘટાડો આવી શકે છે અને આ 6.2 ટકા રહી શકે છે.
સુધારાઓ ઝડપથી અમલમાં મૂકવા જરૂરી
જોકે, વિશ્વ બેંકના દક્ષિણ એશિયા ક્ષેત્રના મુખ્ય અર્થશાસ્ત્રી ફ્રાન્ઝિસ્કા ઓનસોર્જે ચાલુ નાણાકીય વર્ષ માટે તેમના વિકાસ દરનો અંદાજ 20 બેસિસ પોઇન્ટ વધારીને 6.5 ટકા કર્યો છે. તેમણે કહ્યું કે આ મજબૂતાઈ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 7.8 ટકાના અપેક્ષિત વૃદ્ધિ દરને કારણે છે.
ઓનસોર્જે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારત સરકારે ઊંચા યુએસ ટેરિફની સંભવિત અસરને ઘટાડવા માટે માળખાકીય સુધારાઓ ઝડપથી અમલમાં મૂકવાની જરૂર છે. તેમણે કહ્યું કે સરકાર હાલમાં વિવિધ સ્તરે પ્રયાસો કરી રહી છે. શ્રમ બજારમાં સુધારા તાત્કાલિક જરૂરી છે અને તેનો અમલ થવો જોઈએ. વેપાર કરારો પર પણ ચર્ચાઓ ચાલી રહી છે, જે દર્શાવે છે કે સરકાર વ્યવસાયિક વાતાવરણને સુધારવા માટે ઝડપથી કામ કરી રહી છે.
RBIએ તેની આગાહીમાં શું કહ્યું?
વિશ્વ બેંકની આગાહી ભારતીય રિઝર્વ બેંક (RBI)ની આગાહી કરતા ઓછી છે. 1 ઓક્ટોબરના રોજ જાહેર કરાયેલા તેના તાજેતરના મૂલ્યાંકનમાં, RBIએ નાણાકીય વર્ષ 2025-26 માટે GDP વૃદ્ધિનો અંદાજ વધારીને 6.8 ટકા કર્યો હતો, જે 30 બેસિસ પોઈન્ટનો વધારો દર્શાવે છે.
તેના છ મહિનાના નાણાકીય નીતિ અહેવાલમાં, કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે જો ચોમાસું સામાન્ય રહે અને કોઈ બાહ્ય કે નીતિગત આંચકા ન આવે, તો નાણાકીય વર્ષ 2026-27માં GDP વૃદ્ધિ દર 6.6 ટકા રહી શકે છે.