100% ડોર-ટુ-ડોર સેગ્રીગેટેડ વેસ્ટ કલેક્શન સુનિશ્ચિત કરવા માટે 1900થી વધુ વાહનો અને ઇ-રીક્ષાઓ કાર્યરત રાખવામાં આવ્યા હતા. સાથે 1000થી વધુ ડોર-ટુ-ડોર કલેક્શન લેબર અને સફાઈ કર્મચારીઓ હેન્ડકાર્ટ કે ડસ્ટબિન સાથે ચાલી- સ્લમ તથા પોળ જેવા સંકુચિત વિસ્તારોમાં જઈ કચરાનું કલેક્શન
અમદાવાદ
દિવાળી પર્વને ધ્યાને રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં રાઉન્ડ ધી ક્લોક વિશેષ સફાઈ કામગીરીનું આયોજન કરેલ હતું, જે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. શહેરની સર્વાંગી સ્વચ્છતા જાળવવા માટે 7 ઝોન અને કુલ 48 વોર્ડ વિસ્તારોમાં દૈનિક ધોરણે સફાઈ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી હતી.શહેરના તમામ રહેણાક તથા વાણિજયક એકમોમાંથી 100% ડોર-ટુ-ડોર સેગ્રીગેટેડ વેસ્ટ કલેક્શન સુનિશ્ચિત કરવા માટે 1900થી વધુ વાહનો અને ઇ-રીક્ષાઓ કાર્યરત રાખવામાં આવ્યા હતા. સાથે 1000થી વધુ ડોર-ટુ-ડોર કલેક્શન લેબર અને સફાઈ કર્મચારીઓ હેન્ડકાર્ટ કે ડસ્ટબિન સાથે ચાલી- સ્લમ તથા પોળ જેવા સંકુચિત વિસ્તારોમાં જઈ કચરાનું કલેક્શન કરતા રહ્યા.
દરરોજ એવરેજ 9000થી વધુ કાયમી સફાઈ કામદારો સવારે બીટ સફાઈ અને બપોર બાદ ટોળાં| સફાઈ દ્વારા ટી.પી. રસ્તાઓ, જાહેર સ્થળો તથા મુખ્ય માર્ગો સહિતના વિસ્તારોમાં આદર્શ સફાઈ સુનિશ્ચિત કરતા રહ્યા. રાત્રિ દરમ્યાન 3000થી વધુ RWAના સફાઈ કામદારો દ્વારા ફટાકડાના કચરાનો તાત્કાલિક નિકાલ કરવા માટે વિશેષ રાત્રિ સકાઈ કામગીરી હાથ ધરવામાં આવતી હતી.
સફાઈ કામદારોએ લારી દ્વારા બીટ સફાઈમાં એકત્ર કરેલા તેમજ રસ્તા ઉપરના કચરાના કલેક્શન માટે 187 કોમ્પેક્ટર વાહનો કાર્યરત રાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત 15 લીટરબિન કલેક્શન વાહનો દ્વારા જાહેર રસ્તાઓ ઉપર મૂકાયેલા કેડલબિનમાંથી વેસ્ટનું કલેક્શન કરવામાં આવ્યું હતું. 20 જેટલા JCB તથા બોબકેટ વાહનો અને 100થી વધુ ટ્રક જેવા વાહનો દ્વારા સ્પોટ કલેક્શન તથા ખાલી પ્લોટોમાં રહેલા કચરાનું ઉચકાણ હાથ ધરવામાં આવ્યું.
સાથે-સાથે 22 નિર્માલ્ય કલેક્શન વાહનો દ્વારા 700થી વધુ ધાર્મિક સ્થળોમાંથી ફૂલો, પાંદડા અને અન્ય જૈવિક વેસ્ટ એકત્ર કરી કંપોસ્ટ પ્લાન્ટ ખાતે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી..
દિવાળી પર્વ દરમ્યાન આજ દિન સુધીમાં શહેરમાંથી કુલ 29000 મેટ્રિક ટન જેટલો કચરો એકત્ર કરવામાં આવેલ છે.
નાગરિકો દ્વારા ઉત્પન્ન થતો &D Waste (Construction & Demolition Waste) એકત્ર કરવા માટે દરેક વોર્ડ સ્તરે અલગ વાહનો મૂકવામાં આવ્યા હતા અને નાગરિકોને રિપેરિંગ કચરો કૂટપાથ અથવા માર્ગ પર ન નાખવા અપીલ કરવામાં આવી હતી.
શહેરમાં 52 મિકેનાઇઝડ સ્વીપર મશીનો દ્વારા સવારે અને રાત્રે બંને શિફ્ટમાં મખ્ય રસ્તાઓ અને સેન્ટ્રલ વર્જની સફાઈ કરવામાં આવી હતી. વધારાની રાત્રિ શિફ્ટમાં કોમ્પેક્ટર, ડોર-ટુ-ડોર વાહનો, ઈ- રીક્ષાઓ, સ્વીપર મશીનો, JCB અને બોબકેટ મશીનરી મારફતે સતત કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી હતી.
દિવાળી તથા નૂતન વર્ષના આગલા દિવસે શહેરના મુખ્ય મંદિરોના પરિસરો અને બહારના ભાગોમાં વિશેષ સફાઈ હાથ ધરી પાણી વડે ધોવડાવી સ્વચ્છ કરવામાં આવ્યા હતા. શહેર સ્વચ્છ અને સુંદર દેખાય તે માટે તમામ ફ્લાયઓવર, અંડરબ્રીજ અને ડિવાઇડરોને ધોઈને ચમકાવવામાં આવ્યા હતા.
જમાલપુર ફૂલ માર્કેટ, અન્ય મુખ્ય બજારો, ટલબ્રીજ, રીવરફન્ટ, કાંકરીયા લેકફન્ટ, સાયન્સ સિટી સહિતના પ્રવાસન સ્થળોની દિવસ તથા રાત્રિ બંને સમયે વિશેષ સફાઈ હાથ ધરવામાં આવેલ હતી.
તમામ જાહેર શૌચાલયો, પે-એન્ડ-યૂઝ ટોઇલેટો તથા કોમ્યુનિટી ટોઇલેટોને રોજ બે વખત સવાર અને બે વખત સાંજે ન્યૂસન્સ ટેન્કર મારફતે ધોઈને ફીનાઇલ તથા બ્લીચિંગ પાવડર છંટકાવ દ્વારા સ્વચ્છ રાખવામાં આવ્યા હતા.
રાત્રિ સફાઈ દરમ્યાન એકત્ર થયેલ કચરાનો નિકાલ તાત્કાલિક કરવા માટે જરૂરી રેફ્યૂઝ ટ્રાન્સફર સ્ટેશનો ચાલુ રાખી કચરાને એ જ દિવસે પિરાણા પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે મોકલવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી.
દિવાળી દરમ્યાન નાગરિકોની સફાઈ સંબંધિત ફરીયાદોને ટોપ પ્રાયોરિટી આપી તાત્કાલિક નિવારણ કરવામાં આવ્યું. દરેક વોર્ડ અને ઝોન સ્તરે રાઉન્ડ ધી ક્લોક સુપરવિઝન અને મોનીટરીંગ માટે સેનીટેશન સ્ટાફ તથા અધિકારીઓને દેખરેખની જવાબદારી સોંપવામાં આવી હતી.
શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી નાગરિકોએ સ્વયં સ્વીકારી એ આનંદદાયક બાબત છે. તેમ છતાં જાહેર રસ્તાઓ પર કચરો નાખવો, પ્રતિબંધિત પેપરકપ અથવા પ્લાસ્ટિક થેલીઓનો ઉપયોગ કરવો જેવી પ્રવૃત્તિઓ સામે દંડનીય કાર્યવાહી કરવા માટે સ્વચ્છતા સ્ક્વોડ તમામ ઝોનમાં સક્રિય રહી વિશેષ ઝુંબેશ ચલાવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકોને આભાર વ્યક્ત કરે છે કે તેઓએ શહેરને સ્વચ્છ રાખવામાં સહકાર આપ્યો અને “સ્વચ્છ દિવાળી -શુભ દિવાળી” અભિયાનને સફળ બનાવ્યું.
