અમદાવાદમાં વધુ એક હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પકડાઈ છે. બોપલ વિસ્તારમના પલોડિયા ગામના એક ફાર્મ હાઉસમાં પકડાયેલી હાઇ-પ્રોફાઇલ દારૂની પાર્ટીમાં પકડાયેલા તમામ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નીકળ્યા. જેમાં 20 વિદેશી વિદ્યાર્થીઓ છે.
જેમાં 2 ભારતીયો સહિત 20 NRI ઓ દારૂ પાર્ટીમાં પકડાયા છે. શીલજ પાસે આવેલ ઝેફાયર ફાર્મ પર રૅવ પાર્ટીનું આયોજન કરાયું હતું. શરાબ અને શબાબની પાર્ટી માટે પાસ પણ છપાવાયા હતા. પાર્ટીમા પકડાયેલા વિદેશીઓ મોટા ભાગે આફ્રિકન નાગરિક હોવાનું સામે આવ્યું છે. પાર્ટીના પાસમાં દારૂ પીવા માટે અનલિમિટેડ પી શકાય તેવો ઉલ્લેખ કરાયો હતો. પાસની કિંમત 700 રૂપિયાથી લઈને 1000 રૂપિયા હોવાનું કહેવાય છે. બોપલ પોલીસે દારૂના નશામાં રહેલ 20 લોકોની ધરપકડ કરી છે.
પાર્ટીના પાસની કિંમત અલગ અલગ રાખવામાં આવી હતી. જે આ મુજબ છે.
- અર્લી બર્ડ: 700 રૂપિયા
- VIP પાસ: 2500 રૂપિયા
- ડાયમંડ ટેબલ: 5 લોકોના 15 હજાર રૂપિયા (1 બ્લેક લેબલ અને 1 મેટલ)
દારૂની પાર્ટીમાં વિદેશીઓ
નાઇજીરિયા, આફ્રિકા, મોઝામ્બિક અને કેન્યા દેશોના આશરે 20 જેટલા લોકો ઝડપાયા છે. જે મોટાભાગના ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે. જેમાં વાર્ષિક વાર્ષિક ગેટ ટુ ગેધર રાખવામાં આવ્યું હતું.
હાલમાં પાર્ટીમાંથી ઝડપાયેલા નાઈઝિરીયન, આફ્રિકન, મોઝામ્બિકા, કેન્યાના લોકોને ઝડપી બોપલ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી નાગરિકોની આ પ્રકારની રેવ પાર્ટીનું આયોજન થવાથી પોલીસ તંત્ર પર પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે હાલ સમગ્ર મામલે ઊંડી તપાસ શરૂ કરી છે કે આ પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો?