બીજા સરદાર નથી મળી શકતા એ સમાજની સૌથી મોટી કમનસીબી, આગેવાન આગળ વધે એટલે પગ ખેંચીને પાડી દે: જયેશ રાદડિયા

Spread the love

 

ગઈકાલે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે શ્રી પાટીદાર સેવા સમાજ-મહીસાગર જીલ્લા દ્વારા ખાનપુર 42 લેઉવા પાટીદાર સમાજ આયોજિત સમસ્ત મહીસાગર જિલ્લા પાટીદાર સમાજ સ્નેહમિલન સમારોહ પ્રસંગે પ્રમુખ સ્થાને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે સમાજના વડીલો, યુવા ભાઈઓ બહેનોને નુતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આ સાથે વક્તવ્ય દરમિયાન સમાજને એક થવા અને સંગઠિત થવા હાકલ કરવી પડે તેને કમનસીબી ગણાવી હતી.

મંત્રી મંડળમાં સ્થાન ન મળ્યા બાદ પ્રથમ વખત ખુલ્લીને જાહેર મંચ પરથી કહ્યું હતું કે, સમાજમાં આગળ વધતા નેતાઓ આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં. હાથ ખેંચી આગળ વધારો પગ ખેંચી નીચે ના પછાડો. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા કહ્યું કે આવડા મોટા સમાજને એટલા વર્ષો બાદ પણ બીજા સરદાર નથી મળી શકતા એ સમાજની સૌથી મોટીકમનસીબી છે.

તેમણે જણાવ્યું હતું કે, અનેક સંઘર્ષ પછી સારું કામ કરનારા નેતાઓ સમાજના આગેવાનો ઉભા થતા હોય છે. બરાબર સેટ થાય ત્યાં એને ખેંચે એટલે વળી નવેસરથી એકડો ઘૂંટવાનો. આવડા મોટા સમાજની કમનસીબી છે જરૂર પડે ન્યાં હાથ ખેંચવા બદલે પગ ખેંચવામાં આવે છે. પગ ખેંચી પાડી દેવાની પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં ચાલે છે આપણે એકે જ સમાજનો ઠેકો લીધો હોય એવું લાગે. એક વડીલે કીધેલી વાત મને બોવ ગમી જીવનમાં જયારે તમારો વિરોધ થાય ત્યારે એમ માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો અને સોળે કળાએ તમારો સૂરજ ખીલી રહ્યો છે. તમે ટોચ ઉપર ચડ્યા હોય અને વિરોધ થાય એટલે માનવું કે તમે દિવસે દિવસે આગળ વધી રહ્યા છો. સમાજની અંદર બધું ભૂલી આપણે બધાએ એક મંચ ઉપર બેસવું પડશે. એક મંચ પર જ્યાં સમાજને જરૂર હોય ત્યાં ઉભું રહી જવાનું. અંદરો અંદરના પ્રશ્ન બંધ કરીશું તો જ સમાજ પ્રગતિ કરશે.

જયેશ રાદડિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં સમાજને જ્યાં જરૂર પડે ત્યાં ભેગું થવું જ પડશે. સમાજની અંદર હાથ ખેંચો પગ નહીં. જરૂર પડે ન્યાં સમાજના લોકોનો હાથ ખેંચો એને ઉપર લઇ આવો. પગ નહીં અત્યારના સમયમાં તમે જોતા હશો જેવો આગેવાન આગળ વધે એટલે પગ ખેંચીને પાડી દે.

મારી નાની ઉંમરમાં અહીંયા સુધી રાજકીય કારકિર્દી પહોંચી હોય તેમાં પાયાની અંદર સમાજનું ખુબ મોટું યોગદાન છે. અમારા સૌની જવાબદારી બને છે કે સમાજને આગળ લઇ જવો છે. સમાજની અંદર અનેક મુશ્કેલીઓ છે આ મુશ્કેલીઓ આપણે સાથે મળીને દૂર કરવાની છે. સમાજનું સારું કામ કરો તો અનેક ભૂલ થશે પણ જેને કંઈ કરવું નથી એ માત્ર સમાજની ભૂલ ગોતવાનું કામ કરશે. સમાજની અંદર આવી ટીમ છે જે માત્ર ભૂલ ગોતવાનું કામ કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *