ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દેશના લોકપ્રિય અને યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જનસંવાદ કાર્યક્રમ ‘મન કી બાત’ કાર્યક્રમના ૧૨૭ માં એપિસોડને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ ગાંધીનગરમાં સેકટર ૧૩ સ્થિત લિંબચ ધામ ખાતે નિહાળ્યો હતો. શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ લિંબચ માતાના મંદિરે પૂજા અર્ચના કરી હતી.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગર ભાજપા પ્રમુખ ડૉ. આશિષકુમાર દવે, પ્રદેશ મીડિયા સંયોજક ડૉ. યજ્ઞેશ દવે, પ્રદેશ સોશીયલ મીડિયા સંયોજક મનન દાણી, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકા અને સંગઠનના ભાજપના પદાધિકારીઓ, ધાર્મિક સંતો-મહંતો, વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સ, પી.એચ.ડી. ના વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ધાર્મિક અગ્રણીઓ, વિવિધ સમાજના અગ્રણીઓએ તેમજ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી સાથે મુલાકાત કરી ગુજરાતી નવવર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવેએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ‘મન કી બાત‘ કાર્યક્રમ થકી ભારતની વિશેષતાઓ, દેશના નાગરિકોની વિશિષ્ટ પ્રેરણાદાયી સિદ્ધિઓ અને સમાજ જીવન માટેના યોગદાન, નાગરિક સંવાદ અને વિવિધ જ્ઞાનવર્ધક બાબતો દેશના કરોડો સમક્ષ રજૂ કરતાં હોય છે જેને ભાજપા કાર્યકર્તાઓ તથા દેશના કરોડો નાગરિકો રેડિયો, ટીવી, મોબાઇલ એપ વગેરેના માધ્યમથી ઉમળકાભેર સાંભળે છે, ભાજપા સંગઠન દ્વારા પણ બુથસ્તરે આ કાર્યક્રમને નિહાળવાનું આયોજન કરવામાં આવે છે જેમાં બુથ થી લઇ પ્રદેશ સ્તર સુધીના કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાય છે. આજે પણ મહાનગરના તમામ બૂથમાં કાર્યકર્તાઓએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. દેશને તમામ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ અગ્રેસર કરવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાન મુજબ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ એ ભજપાના હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી ચીજોનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવાનો સંકલ્પ લીધો હતો.


