અમદાવાદના ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કોઠ પોલીસ સ્ટેશનના વેજણકા ગામ બ્રિજ નજીક અકસ્માત સર્જાયો છે. ડાયવર્ઝન પર રાખેલા પથ્થરને કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં 2 પુરુષ અને 1 મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.
કારમાં સવાર પરિવાર સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યો હતો.
આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં એક 17 વર્ષીય સગીરા અને એક પુરુષ ઇજાગ્રસ્ત થતાં ફેદરા અને પીપળી 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ડાયવર્ઝન પર રાખેલા પથ્થરને કાર અથડાતા સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, આ ગમખ્વાર અકસ્માત ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર વેજલકા ગામ નજીક સર્જાયો હતો. કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી અને રોડ બંધ હોવાને કારણે વચ્ચે મૂકાયેલા સિમેન્ટના બેરિકેડ સાથે જોરદાર ટકરાઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત
આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ, જેમાં એક પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે, તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમો ફેદરા અને પીપળીથી ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્ત 17 વર્ષીય સગીરા અને એક પુરુષને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જયેશ રાદડિયાએ પોતાના જ સમાજ પર બળાપો કાઢ્યો, આગળ વધતા નેતા-આગેવાનોના પગ ન ખેંચો!
પોલીસે તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં કોઠ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પંચનામું કરી તેમને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. હાલ કોઠ પોલીસે અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને મૃતકો તથા ઇજાગ્રસ્તો કોણ છે, તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. એક્સપ્રેસ વે પર સર્જાયેલા આ અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને અરેરાટી વ્યાપી ગઈ હતી.