
ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી એક વ્યક્તિએ પોતાના 5 વર્ષના બાળકને લઈને હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરી છે. જે મુજબ તેની પત્નીનો પ્રેમી તેના 05 વર્ષના પુત્રને લઈ ગયો છે. તેનું જન્મ પ્રમાણપત્ર કોર્ટ સમક્ષ રજૂ કરાયું હતું. અરજી મુજબ અરજદાર પિતાનો 05 વર્ષિય પુત્ર તેની પત્નીના પ્રેમીના કબ્જામાં છે. અરજદાર જ્યારે બહારગામથી ઘરે આવ્યા, ત્યારે તેની પત્ની અને પુત્ર ગાયબ હતા. તેને સંબંધીઓથી જાણવા મળ્યું કે તેની પત્ની તેના પ્રેમી જોડે પુત્રને લઈને ચાલી ગઈ છે. તેમની ભાળ મળતી નથી. અરજદારના પુત્ર પાસે કેનેડિયન પાસપોર્ટ છે. તેને શંકા છે કે પત્નીનો પ્રેમી બંનેને વિદેશ લઈને ચાલ્યો જશે. પત્નીનો 17 દિવસથી સંપર્ક થઈ શક્યો નથી. આ અંગે ગાયબ થયાની અરજી બોડકદેવ પોલીસ મથકે આપવામાં આવી છે. પતિ પત્ની બંનેના લગ્ન પણ બરોબર ચાલતા હતા. દીકરો અને પત્નીના ગાયબ થયા બાદ, પત્નીના પિયરીયા પણ યોગ્ય જવાબ આપતા નથી. હાઇકોર્ટે બોડકદેવ પોલીસે કરેલી તપાસનો સ્ટેટ્સ રિપોર્ટ માંગ્યો છે, જે અંગે આજે હાઇકોર્ટમાં વધુ સુનવણી યોજાશે.