




માનવમિત્ર – ગાંધીનગર
દેશના લોખંડી પુરુષની છાપ ધરાવતા આપણા સૌના સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે અખંડ ભારતના શિલ્પીને શુભેચ્છા પાઠવવા માટે રાયસણ કુડાસણ, કોબા કે રાધેજા રોડ ઉપર બેનરો લગાવ્યા હતા. ત્યારે કોઈ ટીકકણખોર વિધ્ન સંતોષીએ પોસ્ટરો-બેનરો ફાડી નાખતા પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે પાટીદાર સમાજના યુવાનો દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરીને જે તે જગ્યા ઉપર બેનરો લગાવેલ તે રોડ-રસ્તા પર કેમેરા લગાવેલ હોવાથી યોગ્ય તપાસ કરી. આ બનાવમાં સામેલ જે પણ પોપટિયાઓ હોય તેમને તાત્કાલિક પકડી કાયદેસરની સખત પગલાં લેવા માંગ કરી છે, ત્યારે પાટીદાર સમાજના યુવાનો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા, ત્યારે હાલ આ મુદ્દે ઉકળતો ચરું અને ભારેલો અગ્નિ જેવી સ્થિતિ પેદા થઈ છે, આ પ્રશ્ને મનીષ પટેલ તથા મયુર પટેલ ઉર્ફે (બાબા) અને કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.