અંબાલાલ પટેલની ધ્રુજાવી દે તેવી આગાહી: રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જી શકે એવો વરસાદ આવશે!

Spread the love

 

આબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી: રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જી શકે એવો વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય તેવો વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, આજથી અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન ગુજરાત તરફ ખસી રહ્યું છે, જેના કારણે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાશે.

30 અને 31 ઑક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્રવડોદરા, તેમજ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.
આ ઉપરાંત, બંગાળના ઉપસાગરમાં બનતા “મોન્થા” વાવાઝોડાની અસર મહારાષ્ટ્રના ભાગોમાં જોવા મળી શકે છે.
બંગાળના સિસ્ટમ અને અરબી સમુદ્રના ડિપ્રેશનની સંયુક્ત અસરને કારણે 2 નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે.

તેમણે જણાવ્યું કે સુરતભરૂચ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવું પૂર લાવે એવો વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત, પશ્ચિમ, દક્ષિણ અને મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલની આગાહી મુજબ, 2 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય તેવો વરસાદ પડી શકે છે.
ત્યારબાદ 7 નવેમ્બરથી દક્ષિણ ભારતમાં પણ ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે.

4 થી 8 નવેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રવેશ અને બંગાળના ઉપસાગરની સક્રિયતાને કારણે નવેમ્બરના આરંભમાં પણ રાજ્યના હવામાનમાં બદલાવ આવશે.
નવેમ્બરના બીજા સપ્તાહથી બંગાળનો ઉપસાગર વધુ સક્રિય બનશે, જેના કારણે ડિસેમ્બરના આરંભ સુધી ભારે વાવાઝોડા ઊભા થવાની શક્યતા છે.
આ વાવાઝોડાઓના કારણે ગુજરાતમાં માવઠું થવાની સંભાવના છે.

હાડ થીજવતી ઠંડીની ચેતવણી

22 ડિસેમ્બરથી ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે.
તેના પરિણામે ગુજરાતમાં હાડ થીજવતી કાતિલ ઠંડી પડશે.
ઉત્તર ભારતમાં બરફવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધશે.

અરબી સમુદ્રના લો-પ્રેશરથી માવઠું ચાલુ

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે.
અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાના કારણે માવઠું પડ્યું છે, અને આવનારા દિવસોમાં પણ આવી પરિસ્થિતિ યથાવત રહેશે.

તેમણે ખેડૂત ભાઈઓને ચેતવણી આપતા જણાવ્યું કે,
જ્યાં સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે, ત્યાં સુધી વરસાદની શક્યતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *