બાકી રોડ ,રસ્તા, પાણી ગટર આ બધા કામ નગરસેવકો કરે, પણ અત્યારે આ બધા કામોથી દૂર ભાગી રહ્યા છે, ગાંધીનગરની બોન પરણાઈ ગઈ છે, કરોડો રૂપિયા ટેક્સ તથા કેન્દ્ર સરકાર દ્વારા અબજો રૂપિયાની ગ્રાન્ટ આવે છે પણ ઢોલ નગારા મંજીરા માં વાપરવામાં આવે છે ત્યારે ઢોલ નગારા મંજીરા વગાડીને મસ્ત રહો, અમને રોકો ટોકો નહીં, પહેલા કહેવત હતી કિસ્સા ખુરશી કા, હવે ખુરશી જે દરેક નગર સેવકોને પ્રજાજને આપી છે તે એટલા માટે કે તે ખુરશી પર બેસીને કામ કરી શકે, પણ હવે ખુરશી પર બેસી શકે તે કામને લાયક નથી તેવું લાગી રહ્યું છે, ત્યારે પ્રજાજને ખુરશી રોડ રસ્તા ઉપર જ્યાં ખાડા અને ભુવા પડ્યા છે તેમાં કોઈ પડે નહીં એટલે નગરસેવકની ખુરશી ગણો કે રાજકીય ખુરશી ગણો તે મૂકી દીધી છે, આ ફોટો ઘણું બધું કહી જાય છે, કામ થતા નથી, પ્રજા હેરાન પરેશાન છે, તે સ્પષ્ટપણે જોઈ શકાય છે, બાકી આ ખુરશી વર્ષો પહેલા સાગની બનેલી અને મોંઘી રજવાડી ખુરશી પણ કહી શકાય, પણ બધાનો સમય હોય છે, ત્યારે ખુરશીને ધકેલીને જે ભુવામા કોઈ પડે નહીં તેના માટે મૂકી દેવામાં આવી છે, ત્યારે આવનારા દિવસોમાં કામ નહીં કરનારા નગરસેવકો માટે આવી રીતે જ તેમની ખુરશીઓ બહાર મૂકી દેવામાં આવશે,
ખુરશીનો મોહ છોડી દો, બાકી પાંચ વર્ષ પછી આવી રીતે પડેલી હોય છે, પહેલા ખુરશી બેસવામાં કામ આવતી હતી અને હવે વેસ્ટ માંથી બેસ્ટ અનેક કામ નહીં કરતા નગરસેવકો માટે રેસ્ટ કહી શકાય, હવે તમે આરામ કરો બીજાને અમે ચાન્સ આપીએ છીએ તેમ આ ખુરશી ઘણું જ બધું કહી જાય છે, અનેક સે ક્ટરોમાં ભુવા ખાડા પડ્યા અને કોઈ બીજું ના પડી જાય તે માટે લોકો ઝાડની ડાળીઓ મૂકી દે છે, પણ હવે લોકોએ ખુરશી મુકવાની શરૂ કરી દીધી,
