સુરત પોલીસ હવે સમય સાથે હાઈટેક બની છે. આરોપીને પકડવા માટે હનીટ્રેપની ઓનલાઈન જાળ બીછવ્યા બાદ હવે ભાષાની અડચણ દૂર કરવા સુરત પોલીસે ટેક્નોલોજીનો સહારો લીધો છે. સરથાણા સેક્સ રેકેટમાં થાઈ યુવતીઓના નિવેદનો લેવા ગુગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કર્યો.
આ રેડ દરમિયાન વિદેશી યુવતીઓ પકડાઈ હતી. થાઇલેન્ડની 2 અને યુગાન્ડાની 1 યુવતી ઝડપાઈ, ત્રણેય વિદેશી યુવતીઓ ઝડપાઈ છે.
ત્રણેય યુવતીઓ વિદેશી હોવાથી સુરત પોલીસને તેમની સાથે બોલચાલમાં ભાષાની સમસ્યા આવતી હતી. ભાષા ન આવતાં પોલીસને નિવેદન લેવામાં પડી મુશ્કેલી પડી રહી હતી, પરંતું આવામાં ટેકનોલોજી સહારો બની હતી. ગુગલ ટ્રાન્સલેટથી પોલીસએ પૂરી કરી નિવેદન લેવાની આખી પ્રક્રિયા પૂરી કરી હતી. પોલીસે પ્રશ્નોનું પહેલા અંગ્રેજીમાં અનુવાદ કરીને થાઈ ભાષામાં ફેરવ્યા હતા. યુવતીઓએ પોતાના નિવેદનો થાઇ ભાષામાં લખી આપ્યા, પોલીસએ અનુવાદ કરીને નોંધ્યાં હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, થાઈ યુવતીઓની ઉંમર 30 અને 35 વર્ષ વચ્ચેની છે. યુગાન્ડાની યુવતી તાજેતરમાં સુરત આવી હતી. ત્રણેય યુવતીઓ ટુરિસ્ટ અને બિઝનેસ વિઝા પર ભારતમાં પ્રવેશી હતી. થાઈલેન્ડની યુવતીઓ એજન્ટો મારફતે સુરત આવી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. યુગાન્ડાની યુવતી દિલ્હીથી માત્ર ત્રણ દિવસ પહેલાં જ સુરત આવી હતી.
રેડમાં બહાર આવ્યું કે હોટેલ મેનેજર પોતાના ઓળખીતા ગ્રાહકોને જ બોલાવતો હતો. મગદલ્લા વિસ્તારમાં રહેતી યુવતીઓ રિક્ષામાં હોટેલ પહોંચતી અને રૂમમાં સંતાડાતી હતી. ગ્રાહકો પાસેથી સેવાના રૂ. 6,000 વસૂલાતા, યુવતીઓને રૂ. 2,500 થી 3,000 મળતા હતા. વોટ્સએપ મારફતે ગ્રાહકો સાથે વાતચીત કરીને ગુપ્ત રીતે સેક્સ રેકેટ ચલાવાતું હતું. ગ્રાહકોના આધારકાર્ડ લઈને તેમને રૂમ ભાડે આપવામાં આવતા અને ત્યાં વિદેશી યુવતીઓને મોકલવામાં આવતી.
પોલીસના હાઈ-ટેક ઉપાયથી કાયદેસર નિવેદન લેવાયાનું આ પ્રથમ ઉદાહરણ બન્યું છે. ભાષાની અડચણ વચ્ચે ગુગલ ટ્રાન્સલેટનો ઉપયોગ પોલીસ માટે સાબિત ગેમ ચેન્જર સાબિત થયો. સરથાણા પોલીસ ગુનાની વધુ તપાસ હાથ ધરી રહી છે.