૨૦૦ કરોડના સાઇબર માફિયા ઠગાઈ ના કેસમાં 6 બાગડબિલ્લાઓને ઝબ્બે કરતી સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સને સફળતા, બાકી સાયબર પોલીસ સામે આ ગેન્ગ ફાઇબર બની ગઈ,

Spread the love

દેશમાં સૌથી વધારે હવે જે ડર છે તે સાયબર માફીઆઓ ત્યારે મોટાભાગના નવ યુવાનો આ સાહેબના શિકાર ઉપરાંત આ ધંધામાં ઝડપી નાણા કમાવા અનેક બાગડબિલ્લાઓએ આમાં ઝંપલાવ્યું છે બાકી સાયબર પોલીસ સામે આ ગેન્ગ ફાઇબર બની ગઈ, ત્યારે રાજ્યમાં અલગ અલગ બેન્કોમાં મ્યુચ્યુઅલ એકાઉન્ટો ખોલાવી તેમાં સાયબર પ્લોટના નાણા જમા કરાવી તેનો રોકડ ક્રિપ્ટો ટ્રાન્જેક્શન મારફતે દુબઈમાં બેઠેલા (આકાઓ) જે સાયબર ક્રાઇમ સિન્ડિકેટ ના આરોપીઓને મોકલી દેશના જુદા જુદા રાજ્યમાંથી અંદાજે ૨૦૦ કરોડની સાઇબર ઠગાઈ ના આંતરરાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સાયબર ગુના આચરતા 6 બાગડબિલ્લાઓને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ જીજે ૧૮ દ્વારા મોટું રેકેટ ઝડપી પાડવામાં સફળતા મળી છે,


વર્તમાન સમયમાં વધી રહેલ સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવા સારૂ મે.પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ડો.કે.લક્ષ્મી નારાયણ રાવ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી (ક્રાઇમ-૨) પરીક્ષિતા રાઠોડનાઓએ કડક અને સઘન કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા તથા પોલીસ અધિક્ષક સંજય કેશવાલા અને પોલીસ અધિક્ષક વિવેક ભેડાનાઓના સુપરવિઝન હેઠળ પો.ઇન્સ. જી.બી.ડોડીયા, પો.ઇન્સ. પી.ડી.મકવાણા તથા પો.ઇન્સ. કુલદીપ પરમારનાઓએ ટીમ બનાવી સમગ્ર પ્રકરણ બાબતે હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ એનાલીસીસની મદદથી મોરબી,સુરત,સાવરકુંડલા ખાતેથી કુલ ૦૬ આરોપીઓને પકડી પાડતી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ, ગુ.રા. ય્ત્ન-૧૮.ટેકનીકલ ડેટાના આધારે અત્રેથી હ્યુમન સોર્સ અને ટેકનીકલ એનાલીસીસ કરી કુલ ૦૬ આરોપીઓ પકડવામાં આવેલ છે. તેઓ દ્વારા પોતાના આર્થિક ફાયદા સારુ ભારતના લોકો સાથે જુદી-જુદી મોડસ ઓપરેન્ડીથી સાયબર ક્રાઇમમાં ભોગ બનનાર નાગરિકોના ગુમાવેલા નાણાંઓને આ ગુનામાં પકડાયેલ આરોપીઓ મ્યુલ એકાઉન્ટમાં જમા લઇ, સદર નાણા ચેક વિડ્રોલ, છ્સ્ વિડ્રોલ, ઓનલાઇન એપ્સ, ક્રિપ્ટૉ ટ્રાન્જેક્શન તથા આંગડીયા મારફતે દુબઈમાં બેઠેલા સાયબર ક્રાઇમ સીંડીકેટના આરોપીઓને મોકલી તેમની પાસેથી ૧૨ મોબાઇલ બે સીમકાર્ડ કબજે કરેલ હતા. આપતા. જેઓ વિરુદ્ધમાં ગુનો નોંધી ગેંગના સભ્યોને પકડી પાડવામાં આવેલ છે.
ઉપરોક્ત આરોપીઓના મોબાઇલ ફોન તપાસતા પાસેથી ૧૦૦ થી વધુ બેંક એકાઉન્ટની વીગતો મળી આવેલ જેને સમન્વય પોર્ટલ પર ચેક કરતા સમગ્ર દેશમાં ૩૮૬ થી વધુ સાયબર ક્રાઇમના ગુના આચરી જેમાં અંદાજે રૂ.૨૦૦ કરોડની સાયબર ઠગાઇ આરોપીઓ દ્વારા આચરેલ છે.
અટક કરેલ આરોપીઓ:-
(૧) મહેન્દ્ર શામજીભાઇ સોલંકી, રહે.ઇંદિરાનગર, મળીયાફાટક પાસે, મોરબી
(૨) રૂપેન પ્રાણજીવનભાઇ ભાટીયા ગામ-જીકિયારી, તા.જી-મોરબી
(૩) રાકેશભાઇ કાંતીભાઇ લાણીયા, રહે.ભડવાણા તા.લખતર જી.સુરેન્દ્રનગર
(૪) રાકેશકુમાર ચમનભાઇ દેકાવાડીયા રહે.ભડવાણા તા.લખતર જી. સુરેન્દ્રનગર
(૫) વિજય નાથાભાઇ ખાંભલ્યા રહે.સુરત
(૬) પંકજ બાબુભાઇ કથિરીયા, રહે. સુરત. મુળ રહે સાવરકુંડલા જી.અમરેલી
મોડસ ઓપરેન્ડી:-
આ તપાસમાં જાણવા મળેલ છે કે, આ કામના આરોપીઓ દ્વારા આર્થિક લાભ મેળવવા સારુ લખતર એ.પી.એમ.સી.માં પોતાની પેઢી રજીસ્ટર કરી દુકાન શરૂ કરેલ જેની આડમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવી સદર ખાતામાં છેતરપીંડીના રૂપિયા જમા થશે તેવુ જાણવા છતાં તેઓ દ્વારા સાયબર ક્રાઇમમાં ભોગ બનેલા નાગરિકોના નાણાં સગવગે કરવા સારૂ બેંક ખાતાની વિગતો પુરી પાડી સદર બેંક ખાતાઓમા જમા થતા સાયબર ફ્રોડના નાણાંનુ રોકડમાં રુપાંતર કરી તે નાણાં આંગડીયા/ ક્રિપ્ટૉ ટ્રાન્જેક્શન મારફતે દુબઈમાં બેઠેલા સાયબર ક્રાઇમ સીંડીકેટના આરોપીઓને મોકલી આપી પોતાનુ તગડું કમીશન મેળવી અનેક મોર્ડસ ઓપરેન્ડી Digital Arrest Fraud, Investment Fraud, UPI-related Fraud o Deposit Fraud, Loan Fraud, Part-time Job Fraud o Task Fraud, દ્વારા ફોન કરેલ જેમાં સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સને સફળતા મળી છે.

સાવચેતી:-
પોતાનુ બેંક ખાતુ કે સીમકાર્ડ કોઇપણ વ્યક્તીને કોઇપણ બહાને કે લાલચમાં આવીને વાપરવા આપવા જાેઇએ નહી. તેના ગેરકાયદેસરના ઉપયોગ માટે તમે કાયદેસરના જવાબદાર છો.
જાે આપની આસપાસ આવા ઇસમો કે અજન્ટ બેંક ખાતાઓ કે સીમકાર્ડ ભાડે કે અન્ય બહાને માાંગતા હોય તો નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર ક્રાઇમને જાણ કરવા વિનંતી છે.
સોશીયલ મિડીયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટસએપ તથા ટેલીગ્રામ પર ટુંકા ગાળામાં ખુબ જ વધુ નફો કમાવી આપવાની ઇન્વેસ્ટ્મેન્ટ કરાવતી કંપનીઓના મળતા-ભળતા નામ વાળી જાહેરાતોમાં વિશ્વાસમાં આવી રોકાણ કરવુ નહીં.
ડીજીટલ એરેસ્ટની કોઇ કાયદાકીય જાેગવાઇ નથી. જેથી કોઇ POLICE, TRAI, ED, CBI, RBI જેવી સરકારી એજન્સીના નામે કોલ કરી ડીજીટલ એરેસ્ટના નામે ડરાવી ધમકાવી નાણાકીય કે ખાનગી માહીતી આપવા જણાવે તો આપશો નહી.
જ્યારે પણ તમારી સાથે કોઇપણ પ્રકારનો સાયબર ગનો બને છે તો ગોલ્ડન અવર (પ્રથમ એક કલાકમાં) સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ નો સમ્પર્ક કરવો. જેથી આપના મહતમ નાણાં બચાવી શકાય. (ગોલ્ડન અવરમાાં જાણ કરવાથી સાપેક્ષમાં ૫૦% વધુ નાણાં હોલ્ડ કરાવી શકાય છે)
સદરહુ કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
પો.ઈન્સ. જી.બી.ડોડીયા, પો.ઈન્સ. પી.ડી.મકવાણા, પો.ઇન્સ. કુલદીપ પરમાર, પો.ઇન્સ. એચ.જે.પરમાર, હે.કો. દિનેશભાઇ ચૌધરી, પો.કો.પ્રફુલભાઇ કટારા, પો.કો.શૈલેષભાઇ સોલંકી, પો.કો.કાનજીભાઇ રબારી, પો.કો.અજીત બગોદરીયા, પો.કો.અમિત ગઢવી, પો.કો.સોહમચંદ્ર રાવલ, પો.કો. મનહરભાઇ ખાણીયા, પો.કો. વિજયભાઇ ખાચર, પો.કો. મૌલીકભાઇ પટેલ, ટેકનીકલ એડવાઇઝર વિશાલ શાહ નાઓ દ્વારા સદરહુ કામગીરી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *