જુનાગઢના ભવનાથમાં આવેલ ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ 2 નવેમ્બરના વહેલી સવારના 3.47 વાગ્યે 5 પાનાની સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા હતા. જૂનાગઢથી ગુમ થયેલા મહામંડલેશ્વર મહાદેવ ભારતીએ સંપર્ક કર્યાનો ટ્રસ્ટીએ દાવો કર્યો હતો. ટ્રસ્ટીએ દાવો કર્યો હતો કે મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુએ મોડી રાત્રે સંપર્ક કર્યા હતો અને કહ્યું હતું કે મારી ભૂલ થઈ ગઈ છે, હું ફરીથી આશ્રમમાં આવવા માંગું છું.
હું જટાશંકર છું, મને અહીંથી લઈ જાવ તેવો ફોનમાં દાવો કર્યો હતો. જોકે પોલીસે ગુમ મહાદેવ ભારતીના મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી હતી. મહાદેવ ભારતી પોતાની સાથે મોબાઈલ લઈ ગયાનું આવ્યું સામે છે. પોલીસે વહેલી સવાર સુધી ગુમ બાપુની શોધખોળ કરી હતી. મહાદેવ ભારતીનો હજુ સુધી સંપર્ક થયો હોય તેવી કોઈ પુષ્ટી થઈ નથી.
આ સમગ્ર મામલાને લઈ ભવનાથ પોલીસ તેમજ જૂનાગઢ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા મહાદેવ ભારતી બાપુની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમજ તેના CCTV પણ સામે આવ્યા છે. જેમાં તેઓ વહેલી સવારના 3:47 વાગ્યે આશ્રમમાંથી નીકળીને જતા જોવા મળે છે. ભારતી આશ્રમના ગુમ થયેલા મહંત 1008 મહામંડલેશ્વર મહાદેવ ભારતીએ ટ્રસ્ટીને મોડી રાત્રે 3:30 આસપાસ ફોન કરી કહ્યું હું જટાશંકર છું, મને અહીંથી લઈ જાઓ મારી ભૂલ થઈ ગઈ. હું ફરી પાછો આશ્રમમાં આવવા માંગુ છું. ફોન આવતાની સાથે જ ભારતી આશ્રમના સંચાલકો સેવકોએ પોલીસને જાણ કરી અને પોલીસ તેમજ આશ્રમના સંચાલકો તાત્કાલિક જટાશંકર પહોંચ્યા હતા પરંતુ મહામંડલેશ્વર મહાદેવ ભારતી ત્યાંથી પણ ગુમ થઈ ગયા હતા. અલગ અલગ સીસીટીવી તેમજ મોબાઈલ લોકેશનના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે લઘુમહંત મહાદેવ ભારતી બાપુ સુસાઈડ નોટ લખી આશ્રમમાંથી જતાં રહ્યા હતા. પોલીસે CCTV ફૂટેજ ચકાસતા વહેલી સવારે 3 વાગ્યેને 47 મિનિટે મહાદેવ ભારતી બાપુ આશ્રમમાંથી નીકળતા દેખાયા હતા. સુસાઈડ નોટમાં તેમણે અંગત મનદુઃખનું કારણ લખ્યું હોવાની માહિતી મળી રહી છે. આ મામલે મહેશગિરીએ કહ્યું હતું કે દોષિતોને સજા મળવી જોઈએ. મહાદેવ ભારતીબાપુ જ્યાં પણ હોય પરત આવે તેવી વિનંતી કરી હતી. સુસાઈડ નોટમાં મહાદેવભારતીએ હિતેશ, કૃણાલ અને પરમેશ્વર ભારતી માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ લોકોના ત્રાસથી જ પોતે જીવન પૂર્ણ કરવા જઈ રહ્યા હોવાનો ઉલ્લેખ કરીને મહાદેવભારતી ગુમ થયા છે.