
સોશિયલ મીડિયા પર દિલીપ સંઘાણીની પોસ્ટ બાદ ચર્ચાઓ તેજ થઈ છે. સંઘાણીએ કોના માટે આ પોસ્ટ કરે તે મોટો સવાલ છે. ભાજપ નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીની સૂચક પોસ્ટથી સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. દિકરીના નિહાપા…. લાગ્યા ! આ શબ્દો કોના માટે હવે તે વિશે કાનાફૂસી શરૂ થઈ છે. પોસ્ટ કયા સંદર્ભમા કરી તેવું લોકો એકબીજાને પૂછી રહ્યા છે. આ સહકારી નેતાની પોસ્ટ લઇને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. દિલીપ સંઘાણીના ‘દીકરીના નિહાપા લાગ્યા’ પોસ્ટ અંગે કોંગ્રેસના નેતા પ્રતાપ દૂધાતની પ્રતિક્રીયા સામે આવી છે. તેમણે કહ્યું કે, દિલીપ સંઘાણીનું ટ્વીટ ભારતીય જનતા પાર્ટીના અનુસંધાને હોઈ શકે જ્યારે પાટીદાર દીકરી પાયલ ગોટી પર અત્યાચાર થતો હતો, ત્યારે આ નરાધમો આ સ્થિતિને જોઈ રહ્યા હતા. આજની તારીખમાં પાયલ ગોટીને ન્યાય આપવામાં હાઇકોર્ટમાં બધી જ મેટ્રો ચાલુ છે. કુદરત છ! કોઈ દિવસ કોઈને છોડતો નથી, ને પ્રથમ દિવસે જ વાત કરી હતી. પાયલબેનને જેમણે હેરાન કર્યા તેમણે કુદરતે સજા આપવાનું ચાલુ કર્યું છે. તો તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી બાબતે પણ પ્રતાપ દુધાતે આ સાથે પોતાનું નિવેદન આપ્યું કે,. આ ટ્વીટ એ પાયલ ગોટી પ્રકરણને લાગુ પડતી ટ્વિટ છે. એક મહિના પહેલા વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પોસ્ટમાં લખ્યું કે, અમે શાંત છીએ સંત નહીં મનમા વહેમ હોય તો કાઢી નાંખજો. કેમ કે આ શરૂઆત છે અંત નહીં. આ શબ્દો બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ હતી.