મ્યાનમારમાં સાયબર એટેક કરાવતી ગેંગ જબ્બે, પોરબંદરનો પોપટિયો ઝભ્બે, નોકરીની શોધમાં અનેક નવયુવાનો સાયબરમાં ઝંપલાવ્યું , ચેતો ગુજરાતી ચેતો

Spread the love

ગુજરાતી અને ભારતીયોને થાઈલેન્ડના માર્ગે ગેરકાયદેસર મ્યાનમાર લઈ જઈ સાયબર સ્લેવરી કરાવતી એક ગેંગનો પર્દાફાશ ગુજરાત સાયબર સેન્ટર ફોર એક્સેલેન્સ દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે પોરબંદરના હિતેશ સોમૈયા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી દોઢ વર્ષ બાદ ભારત આવ્યો હોવાનું જણાય છે. સાયબર ક્રાઇમ સેલના SP ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ભારતીયોને થાઇલેન્ડમાં લઈ જવામાં આવતા હતા, ત્યાંથી ગેરકાયદેસર મોઈ નદી ક્રોસ કરાવતા હતા અને ત્યાં જઈને સાયબર ફોડના કામ કરાવતા હતા. જેમાં મ્યાનમારમાં આરોપીઓ એક ઓફિસ ચલાવીને ભારતીય લોકોને ગુલામ બનાવવામાં આવતા હતા.

SPએ વધુમાં જણાવ્યું કે, આરોપીએ અને અન્ય પરત આવેલા લોકોએ કહ્યું કે થાઇલેન્ડમાં ચાઇનીઝ ડ્રાઇવર લેવા જતો, આ દરમિાયન એમને નદીના રસ્તે પૂછવામાં આવતું કે નોકરી કરશો કે ભારત પરત ફરશો. સમગ્ર રેકેટમાં અલગ-અલગ યુનિટ બનાવવામાં આવતા હતા. જેમાં ભારતીય લોકો દ્વારા એમના ટાર્ગેટ પ્રમાણે કામ કરાવવામાં આવતું હતું.  સલૂન, સ્પા, કેસિનોમાં પૈસાદાર લોકોને જાણીને તેમને ટાર્ગેટ કરતા હતા. તેઓ AI નો ઉપયોગ કરીને વીડિયો બનાવી હતા. પછી ફેસબુક દ્વારા સંપર્ક કરીને લોકોને વિશ્વાસમાં લેતા હતા અને ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા. આ લોકોએ પોર્ટલનું અલ્ગોરિથમ સેટ કર્યું હતું અને છેતરપિંડી કરતા હતા. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ટુરિસ્ટ વિઝા પર જતાં લોકો જો 21 દિવસ કે મહિનામાં પરત ન આવે તો એમનું ફોલોઅપ લેવાની સલાહ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *