ડિજિટલ એરેસ્ટ 80 દિવસ સુધી મહિલા ને કરી કરોડો રૂપિયાની છેતરપિંડી, ડિજિટલ એરેસ્ટની કોઈ જોગવાઈ નથી, બાકી ભણેલા, ડિગ્રીધારક જ ઝપેટમાં આવી ગયા , વાંચો વિગતવાર

Spread the love

80 દિવસ સુધી મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયાન 11.42 કરોડની છેતરપિંડી મામલે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની વિગત મુજબ ફરિયાદીને વોટ્સએપ કોલ અને સાદા કોલ દ્રારા સંપર્ક કરીને આરોપીઓએ પોતાની ઓળખ TRAIના દિલ્હીના કર્મચારી અને પોલીસ અધિકારીઓની ઓળખ આપી હતી. તેમણે ફરિયાદીને તોનો મોબાઈલ નંબર 2 કલાકમાં બંધ થઈ જશે તેમ કહીને તેના આધારકાર્ડથી મોબાઈલ નંબર એક્ટીવેટ થયેલ છે જેનો ઉપયોગ ગુનાહિત પ્રવૃતિમાં થયો હોવાનું કહીને તેની વિરૂધ્ધ એફઆઈઆર થઈ છે એમ કહ્યું હતું.તે સિવાય આરોપીઓએ CBI, FEMA, RBI, SEBI, RAW વગેરે એજન્સીમાંતપાસ કરવાનો સુપ્રીમ કોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે કહીને કોઈની સાથે વાત નહી કરવાનું અને ઘરની બહાર ન નીકળવા તથા તારા જીવને જોખમ છે કહ્યું હતું.

આરોપીઓએ ખોટો આરોપ મુકી આજીવન કારાવાસના ખોટા ગુનામાંફસાવી દેવાનો ભય બતાવીને વિડીયો કોલ મારફતે ગેરકાયદેસર ગોંધી રાખ્યો હતો. બાદમાં ફરિયાદીના અલગ અલગ બેન્ક ખાતાઓમાંથી રૂ.11,42,75,000 પડાવી લઈને છેતરપિંડી કરી હતી.આ અંગે ફરિયાદ નોંધાતા ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સની ટીમે પાર્થ કનુભાઈ પટેલ, મેહુલસિંહ પ્રવિણસિંહ ચાવડા અને રોનીલ ઉર્ફે વેકર ઉર્ફે ડેન રાજેશભાઈ વેકરીયાની ધરપકડ કરી હતી.તેમની પાસેથી પોલીસે 3 મોબાઈલ અને રૂ.1,31,000 રોકડા કબજે કર્યા હતા.ધરપકડ કરાયેલા આરોપીઓએટેલીગ્રામ એપ્લીકેશન મારફતે કેરલ રાજ્ય ખાતેથી EURO FRESH GENERAL TRADING પેઢીના નામે ખોલાવેલબેંક ખાતાની વિગતો મેળવી ખાતા ધારકને ગુજરાત ખાતે બોલાવીને આ ખાતાની વિગતો ટેલીગ્રામ ગ્રુપ મારફતે સાયબર સિંડિકેટના આરોપીઓને દુબઈ(ડિજીટલ એરેસ્ટ) સાયબર ક્રાઈમના રૂપિયા સગેવગે કરવા આ ખાતાના નેટ બેંકીંગના આઈડી પાસવર્ડની વિગતો પુરી પાડી હતી.આરોપીઓએગુજરાતમાં 1, આંધ્ર્પરદેશમાં 1, વેસ્ટ બેંગાલમાં 1, મહારાષ્ટ્રમાં 1 અને તેલંગાણામાં 1 એમ કુલ પાંચ રાજ્યોમાં ડિજીટલ એરેસ્ટના ગુના આચર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જેમાં ભારતીય નાગરિકોને ડિજીટલ એરેસ્ટ કરીને રૂ.20,74,01,000નો સાયબર ફ્રોડ કર્યો હતો. જેમાંથી 4 કરોડથી વધુ રકમ હાલમાં પકડાયેલા આરોપીઓએ અન્ય દેશો ખાતે બેઠેલા સાયબર સિંડીકેટના સભ્યો સાથે મળી EURO FRESH GENERAL TRADING ના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા.જેમાંથી 2 કરોડ 90 લાખના સોનાના બિસ્કિટ ખરીદ્યા હતા અને બાકીની રકન આરટીજીએસખી આગળ ટ્રાન્સફર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *