કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ આતંકી હુમલાનો ધમકીભર્યો પત્ર

Spread the love

આતંકી સંગઠન જૈસ-એ-મોહમ્મદે દેશમાં સૌથી મોટા આતંકી હુમલાની ધમકી આપી છે. બ્યુરો ઓફ સીવોલ અવિએશન લખનઉને એક ધમકી પત્ર મળ્યો છે. આ પત્રમાં આતંકી સંગઠન જૈસ-એ-મોહમ્મદે દેશના 30 શહેરોમાં આતંકી હુમલાની ધમકી આપી છે. આ 30 શહેરોમાં જમ્મુ, અમૃતસર, કાનપુર અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ આતંકી હુમલાની ધમકી જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાતા આપવામાં આવી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્રમાં નેતાઓને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે જેમાં વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન સહિતના નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પત્રમાં સ્પષ્ટ પણે કે, પઠાણકોટ, અમૃતસર, જમ્મુ, જયપુર, ગાંધીનગર, કાનપુર, શ્રીનગર સહીતના 30 મોટા શહેરો પર આતંકી હુમલાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. આતંકી સંગઠન જૈસ-એ-મોહમ્મદના આ ધમકી ભર્યા પત્રને લઇને તમામ સુરક્ષા એજન્સીઓએ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા હરિયાણાના રોહતક જંકશનના અધિક્ષક યશપાલ મીણાને એક પત્ર મળ્યો હતો. આ પત્રમાં અલગ અલગ રાજ્યના રેલવે સ્ટેશનો અને મંદિરોને બોમ્બથી ઉડાવી દેવામી ધમકી આપવામાં આવી હતી. યશપાલ મીણાને જે ધમકી ભર્યો પત્ર મળ્યો હતો, તે મસૂદ અહમદ નામના વ્યક્તિએ લખ્યો હતો. પત્ર લખનાર મસૂદ અહમદ પોતાની ઓળખ જૈશ-એ-મોહમ્મદના જમ્મુ કાશ્મીરનો એરિયા કમાન્ડર તરીકેની આપી રહ્યો હતો.

મસૂદ અહમદ આ પત્રમાં 8 ઓક્ટોબરના રોજ અલગ અલગ રાજ્યના 11 રેલવે સ્ટેશન અને 6 રાજ્યોના મંદિરોને મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી રહ્યો હતો. આ કરવા પાછળનું કારણ તે પોતાના જેહાદીઓનો મોતનો બદલો લેવાનું જણાવી રહ્યો હતો. પત્રમાં જે 11 રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની વાત કરી હતી, તે રેલવે સ્ટેશનમાં હિસાર, રોહતક, કુરુક્ષેત્ર, રેવાડી, મુંબઈ સીટી, ચેન્નઈ, ભોપાલ, જયપુર, કોટા અને ઇટારસીનો ઉલ્લેખ કરવામાં અવ્યો હતો અને 6 રાજ્યોમાં મંદિરોને ઉડાવી દેવાની ધમકી આપી હતી, તેમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, તમિલનાડુ અને રાજસ્થાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com