સીદસરમાં પાટીદારોના કુળદેવી ઉમિયાધામમાં પગથીયા સુધી પાણી ભરાયું

Spread the love

રાજ્યમાં ચારેય ઝોનમાં 100 ટકાથી વધારે વરસાદ છે. જ્યારે અલગથી કચ્છ ઝોનમાં 172 ટકા વરસાદ છે અને હજુ જિલ્લામાં વરસાદી માહોલ છે. ગઈકાલે રાત્રે ઉત્તર ગુજરાતમાં સાબેલાધાર વરસાદ પડ્યો હતો. જામનગર જીલ્લામાં જામજોધપુર નજીક આવેલા સીદસરમાં પાટીદારોના કુળદેવી ઉમીયામાં મંદિરના પગથીયા સુધી અને મંદિરના પટાંગણમાં ગોઠણ સમાણા પાણી ભરાયા હતાં. વર્ષ ર૦૧૮માં જીર્ણોધ્ધાર થયા બાદ પ્રથમ વખત મંદિર સુધી પાણી પહોંચ્યા છે.  સીદસરના સરપંચ ભરતભાઈ માકડીયાના જણાવ્યા પ્રમાણે સીદસરની ઉપરવાસના બાલવા,રબારીકા,વનાણા ગામોને આવરી લેતી વેણુ,ફુલઝર તેમજ ગાંઢણી નદીના નીર સીદસરથી પસાર થાય છે.આજે ભારે વરસાદને કારણે ઉમીયાસાગર ડેમના ૧૭ દરવાજા પુરેપુરા પાંચ ફુટ ખોલી નાંખવામાં આવ્યા બાદ ઉપરવાસમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો.રાત્રે ૯ વાગ્યા પછી પણ સીદસર ગામે વરસાદ ચાલુ છે. ગામની નદીમાં આમ ઉપરવાસના વિશાળ વિસ્તારનું પાણી એકઠું થતાં મંદિરના જીર્ણોધ્ધાર બાદ પ્રથમ વખત આટલું પાણી આવ્યું છે.જો કે,હજુ સુધી કોઈ નુકશાની થવા પામી નથી તે સારી બાબત હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com