કેન્દ્ર સરકારે એવા માતા-પિતા માટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે, જેઓ પોતાના પુત્ર કે પુત્રી (જે સરકારી સેવામાં કાર્યરત હતા)ના અવસાન પછી ફેમિલી પેન્શન મેળવે છે. હવેથી આવા તમામ મામલામાં બન્ને માતા-પિતાએ દર વર્ષે લાઇફ સર્ટિફિકેટ (જીવન પ્રમાણપત્ર) જમા કરાવવું ફરજિયાત રહેશે, જેથી તેમને પારિવારિક પેન્શનના ઉચ્ચ દર (Enhanced Rate)નો લાભ મળતો રહે.
આ નવા નિર્દેશ પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે કેન્દ્રીય કર્મચારી, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ આવે છે.
શું કહેવામાં આવ્યું છે આદેશમાં?
DoPPW અનુસાર, ‘જ્યારે કોઈ સરકારી કર્મચારી અપરિણીત (Bachelor) અથવા વિધુર/વિધવા તરીકે સંતાન વગર અવસાન પામે છે, ત્યારે તેમના માતા-પિતાને આર્થિક સ્થિતિની તપાસ કર્યા વિના ફેમિલી પેન્શન આપવામાં આવશે. બન્ને જીવિત માતા-પિતાને આ પેન્શન મૃતક કર્મચારીના અંતિમ પગારના 75 ટકાના દરે મળશે. જો ફક્ત એક જ માતા કે પિતા જીવિત હોય, તો તેમને 60 ટકાના દરે પેન્શન પ્રાપ્ત થશે. જો કોઈ એક માતા-પિતાનું અવસાન થાય છે, તો જીવિત વાલીને 60 ટકાના દરે આશ્રિત પેન્શન આપવામાં આવશે.
લેન્સકાર્ટના શેર ઇન્ટ્રાડે લોથી 16% ઉછળ્યા, જાણો એક્સપર્ટે શું કહ્યું
પહેલા શું હતો નિયમ?
અત્યાર સુધી CCS (Pension) Rulesમાં એવી કોઈ જોગવાઈ નહોતી કે બન્ને માતા-પિતાએ દર વર્ષે પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું જરૂરી હોય. આ કારણોસર ઘણા કિસ્સાઓમાં જ્યારે કોઈ એક માતા કે પિતાનું અવસાન થઈ જતું હતું, ત્યારે પણ 75% ના દરે વધેલા પારિવારિક પેન્શન ચાલુ રહેતું હતું. સરકારે કહ્યું કે, નિયમોમાં આ જોગવાઈની ખામીના કારણે કેટલાક કિસ્સાઓમાં એક માતા-પિતાના મૃત્યુ પછી પણ ઉચ્ચ દરનું પારિવારિક પેન્શન આપવામાં આવી રહ્યું છે.
શા માટે આપવામાં આવે છે ‘એન્હાન્સ્ડ ફેમિલી પેન્શન’?
CCS (EOP) Rules 2023 હેઠળ, જો કોઈ સરકારી કર્મચારીનું મૃત્યુ થાય અને તેની પત્ની/પતિ અથવા બાળકો જીવિત ન હોય, તો તેમના માતા-પિતાને પારિવારિક પેન્શન આપવામાં આવે છે. જો બન્ને માતા-પિતા જીવિત છે, તો તેમને મૃતકના પગારના 75% પેન્શન તરીકે મળે છે. જો ફક્ત એક જ વાલી જીવિત છે, તો પેન્શનનો દર ઘટીને 60% થઈ જાય છે. આ પેન્શન માતા-પિતાની આર્થિક સ્થિતિ પર નિર્ભર નથી. એટલે કે, તેમને અન્ય આવકના સ્ત્રોત હોવા છતાં પણ આ લાભ મળે છે.
નિફ્ટીને લઈ ગોલ્ડમેન સૅક્સે કરી મોટી ભવિષ્યવાણી, ભારતને મળ્યું નવું રેટિંગ
હવે શું બદલાશે?
કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે, હવેથી પારિવારિક પેન્શનની ચુકવણી યોગ્ય દર પર સુનિશ્ચિત કરવા માટે બન્ને માતા-પિતાએ દર વર્ષે જીવન પ્રમાણપત્ર (Life Certificate) જમા કરવું ફરજિયાત રહેશે. આનાથી એ જાણી શકાશે કે, બન્ને વાલી જીવિત છે કે નહીં, જેથી ખોટા દરથી પેન્શન ચાલુ ન રહે. નવી જોગવાઈ એ સુનિશ્ચિત કરશે કે પેન્શનની રકમ ફક્ત પાત્ર વ્યક્તિને જ મળે અને સરકારી ભંડોળનો યોગ્ય ઉપયોગ થાય.
તેની અસર કોના પર પડશે?
હવેથી એવા તમામ માતા-પિતા કે જેમને પોતાના દિવંગત પુત્ર કે પુત્રીની નોકરીના આધારે પારિવારિક પેન્શન મળી રહ્યું છે, તેમને દર વર્ષે પોતાનું લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવું પડશે. જો બન્ને જીવિત છે અને 75%ના ઉચ્ચ દરે પેન્શન મળી રહ્યું છે, તો બન્નેના પ્રમાણપત્રો જરૂરી રહેશે. જો કોઈ એકનું અવસાન થયું છે, તો પેન્શનનો દર 60% પર આપોઆપ લાગુ થશે. સરકારે તમામ વિભાગોને આ દિશા-નિર્દેશ જાહેર કર્યો છે કે આ નવા નિયમની જાણકારી તમામ પેન્શનભોગી પરિવારો સુધી સમયસર પહોંચાડવામાં આવે.
FD અને RD છોડો, બાળકોના ભવિષ્ય માટે શાનદાર છે LIC ની આ સ્કીમ
લાઇફ સર્ટિફિકેટની અંતિમ તારીખ
કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે, તમામ પેન્શનરોએ દર વર્ષે 30 નવેમ્બર સુધી પોતાનું જીવન પ્રમાણપત્ર (Life Certificate) ફરજિયાતપણે જમા કરાવવું પડશે. જો કોઈ પેન્શનર આ નિર્ધારિત સમય-મર્યાદા સુધી પોતાનું લાઇફ સર્ટિફિકેટ જમા નહીં કરાવે, તો તેનું પેન્શન ડિસેમ્બર મહિનાથી અસ્થાયી રૂપે રોકી દેવામાં આવશે.