કોરોના નો કહેર વધી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશની રાજધાની કોરોનાનો વિસ્ફોટ થયો છે. અહીં ભેલ કારખાનામાં કામ કરતા 500 કર્મચારી એક સાથે કોરોનાથી સંક્રમિત થયા છે. જેને જોતા બુધવારે આગામી 4 દિવસ સુધી આ કારખાનું બંધ કરવાનુ સરકારે જાહેર કર્યુ છે. એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં કેસો આવ્યા બાદ કારખાનામાં 13થી 16 મે સુધી કામધંધો બંધ રહેશે. ફક્ત ઓક્સિજન પ્લાન્ય યુનિટ ચાલુ રહેશે. અહીં કામ કરતા લોકોને પણ ખાસ સાવધાની રાખવા જણાવ્યુ છે. ભેલમાં 8થી 10 હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાથી 5000 જેટલા કર્મચારીઓ સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે 100થી વધારે લોકોના જીવ પણ ગયા છે.
કામનું/ ઝાયડસ કેડિલાએ કોરોનાની દવા ViraFinની કિંમત કરી જાહેર, 7 દિવસની અંદર ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવનો દાવો
કોરોના/ 20 મેટ્રિક ટન ઓક્સિજન આ રાજ્યને આપવા માટે મોદી સરકારનો ગુજરાતને આદેશ, દર્દીઓના જીવ ખતરામાં
સરકારને ઝટકો/ મૂડિઝે ભારતના GDPના ગ્રોથમાં કર્યો મોટો ઘટાડો : મોદી સરકાર બની શકે છે દેવાદાર, દેવાનો બોજ GDPના 90 ટકાએ પહોંચશે