
દિલ્હીમાં લાલકિલ્લા નજીક ગઈસાંજે પ્રચંડ-રહસ્યમય વિસ્ફોટ આતંકી હુમલો જ હોવાનું તપાસમાં સ્પષ્ટ થવા લાગ્યું છે. જયારે બ્લાસ્ટ પૂર્વેનાં પ્રથમ સીસીટીવી બહાર આવ્યા છે. જે કારમાં વિસ્ફોટ થયો હતો તે કાર પાર્કીંગમાં બપોરે 3.19 વાગ્યે પ્રવેશી હતી અને સાંજે 6.48 કલાકે બહાર નીકળી હતી.
હુન્ડાઈ આઈ-20 કારમાં બ્લાસ્ટ થયો હતો.સીસીટીવી ઈમેજમાં ફરિદાબાદ ત્રાસવાદી મોડયુલમાં સામેલ ડો.મોહમ્મદ ઉંમર નજરે ચડે છે. કારમાં તે સવાર હતો. અન્ય બે સાથીદારો સાથે હુમલો કર્યાની શંકા છે. ફરિદાબાદમાંથી 2900 કિલો મોતનો સામાન પકડાઈ જવાને પગલે ગભરાટ-ભયભીત થઈને આ હુમલો કરાયાની અટકળો વ્યકત થઈ રહી છે.
તપાસનીશ સુત્રોના કહેવા પ્રમાણે ડો.ઉંમરે કારમાં ડીટોનેટર મુકીને બ્લાસ્ટ કરાવ્યો હતો.પ્રચંડ વિસ્ફોટ માટે એમોનિયમ નાઈટ્રેટ ફયુઅલ ઓઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સુનેહરી મસ્જીદનાં પાર્કીંગ વિસ્તારમાં સીસીટીવી પણ બહાર આવ્યા છે. પાર્કીંગમાં એન્ટ્રી તથા એકઝીટ વખતે કારમાં એકમાત્ર વ્યકિત નજરે ચડયો હતો. તપાસનીશ એજન્સીઓ દરીયાગંજ સુધીનાં રૂટના 100 થી વધુ સીસીટીવીની ચકાસણી કરી રહી છે.
કારની સંપૂર્ણ મુવમેન્ટના ફૂટેજ મેળવવા ટોલપ્લાઝાના સીસીટીવી પણ ચકાસવામાં આવી રહ્યા છે. આ કાર છેલ્લે બદરપુર બોર્ડર પરથી પ્રવેશી હતી. તે પૂર્વેનો રૂટ ચકાસાય રહ્યો છે.
વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલ કાર અનેક વખત વેચાઈ
દિલ્હીમાં ગઈકાલે સાંજે થયેલા કાર-બોમ્બ વિસ્ફોટમાં જે હુંડાઈ આઈ-20 કારનો ઉપયોગ થયો. તેનું અનેક વખત રી-સેલ થયું અને અંતે તે પુલવામાના એક રહીશે ખરીદી હતી. કાર નં.એમ.આર.26- સીઈ 7674 ના પુલ માલીક હરિયાણાના સલમાન નામના વ્યક્તિએ પહેલા ઓનર મુળ માલીક તરીકે સોપાયેલી હતી.
પોલીસે તેની પુછપરછ કરતા તેણે આ કાર દિલ્હીના પોખલાના દેવેન્દ્રને વેચી હોવાનું ખુલ્યુ હતું. દેવેન્દ્રએ તે અંબાલાના એક વ્યક્તિ અને ત્યાંથી કાર કાશ્મીરના પુલવામામાં વેચી હોવાનું ખુલતા હવે જે ફરીદાબાદ વિસ્ફોટકો મળ્યા તેના એક તબીબ મુળ પુલવામાના હોવાનું ખુલ્યુ છે અને તેથી પોલીસને એ શંકાથી આ કારના વિસ્ફોટ માટે ઉપયોગ કરવામાં જ ખરીદાઈ હતી.