
ભોપાલ: મધ્યપ્રદેશના પરવાલી પાસે અજાણ્યા વાહનની હડફેટે આવતા નૌકાદળના બે જવાનોના મૃત્યુ થયા હતા. રવિવારે સવારે આ દુર્ઘટના બની હતી. કેરળના વતની વિષ્ણુ આર્ય અને આનંદ ક્રિષ્નન નામના આ જવાનો એક પ્રેકટીસ સેશનમાં ભાગ લેવા મોટર સાયકલ પર જઈ રહ્યા હતા તે સમયે માર્ગ પર અજાણ્યા વાહને તેઓને ટકકર મારી હતી અને તેમાં બન્નેના મૃત્યુ થયા હતા. કોઈ ભારે વાહને આ અકસ્માત સર્જયો હતો અને બાદમાં નાસી છુટયા હતા.