
મુંબઇ શેરબજારમાં આજે તેજીનો ધમધમાટ રહ્યો હતો. પસંદગીના ધોરણે ધુમ લેવાલી રહેતા મોટા ભાગના શેરોમાં સુધારો હતો. જોકે બહુ ગાજેલા લેન્સકાર્ટનું આજે લીસ્ટીંગ થયું હતું. ડિસ્કાઉન્ટમાં લીસ્ટીંગ થયા બાદ તેમાં રીકવરી આવી હતી. શેરબજારમાં આજે માનસ તેજીનું બની રહ્યું હતું. વિશ્વ બજારમાં પોઝીટીવ ટ્રેન્ડ તથા ઘરઆંગણે અર્થતંત્રના સારા આંકડા આવવા ઉપરાંત અમેરિકામાં શટડાઉનનો અંત આવવાના સંકેતોથી સારી અસર હતી. નાણા સંસ્થાઓની લેવાલી ટેકારૂપ બની હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટ અનિશ્ચતતાના દૌરમાંથી પસાર થઇ રહ્યું છે.
અને કોઇ નવા કારણો જ એકતરફી ટ્રેન્ડ સર્જી શકે તેમ છે. આજે નેલ્કો, ટોરેન્ટ ફાર્મા, નાઇકા, ઇન્ફોસીસ, સુઝલોન, શેઇલ, જુઆરી એગ્રો જેવા શેરો ઉંચકાયા હતા. ટ્રેન્ટ, મેકસ હેલ્થ, અંબર એન્ટરપ્રાઇઝ, બીએસઇ, વોટાફોન, યસ બેંક, તેજસ નેટવર્ક, સેફાયર ફુડ જેવા શેરો ઘટયા હતા. મુંબઇ શેરબજારનો સેન્સેકસ 347 પોઇન્ટ ઘટીને 83,563 હતો જે ઉંચામાં 83,754 તથા નીચામાં 83,197 હતો. નિફટી 95 પોઇન્ટ વધીને 25,587 હતો જે ઉંચામાં 25,653 તથા નીચામાં 25,503 હતો.