
અહીં 27 વર્ષીય એક મોડેલને શંકાસ્પદ હાલતમાં મોત થતા ચકચાર મચી છે. યુવતીનો મુસ્લિમ બોય ફ્રેન્ડ તેને ભેંસાખેડીની એક હોસ્પિટલમાં છોડીને ભાગી ગયો છે. મોડેલ આ યુવક સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતી હતી.
ડોકટરોની ફરિયાદ બાદ પોલીસે યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડયો છે યુવતીની માએ જણાવ્યું હતું કે, દીકરીના પ્રાઈવેટ પાર્ટ ખંભો અને ચહેરા પર ઈજાના નિશાન છે. મોડેલ ખુશ્બુ અહિરવાર સોશિયલ મીડિયા પર ઘણી એકિટવ હતી.
ઈન્સ્ટાગ્રામ પર તેનું `ડાયમંડ ગર્લ’ નામથી એકાઉન્ટ છે. 12 હજાર તેના ફોલોઅર્સ છે. એકાઉન્ટમાં મોડેલિંગ સાથે સંકળાયેલા ફોટો તે શેર કરતી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ખુશ્બુ (ઉ.27) તેના કાસિમ નામના મુસ્લિમ યુવક સાથે લિવ ઈનમાં રહેતી હતી. કાસિમ તેને હોસ્પિટલમાં દાખલ કરીને ભાગી ગયો હતો.