ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની જગ્યા ભંડકીયા જેવી, કર્મયોગી ભવનથી અલાયદું અલગ થાણું ઉભું કરવું જરૂરી,
સાયબર કચેરીને અલાયદી બિલ્ડીંગ ફાળવીને તમામ સુવિધાઓથી સજ્જ કરવામાં આવે તો ક્રાઈમને નાથી શકાય, નાગરિકો સાથે સત્સંગ જરૂરી,


ગાંધીનગર
દેશ માટે હવે સૌથી મોટો પડકાર હોય તો તે સાયબર ક્રાઈમ છે, સાયબર માફિયાઓને હોય તો ગુજરાતને ચીટીંગ પિકનિક હોય તેમ રમતનું મેદાન બનાવી દીધું છે, રાજ્યભરમાંથી જેટલા કેસોનો ભરાવો જે થઈ રહ્યો છે, તેમાં સ્ટાફ તો ઓછો પડે પણ જે જગ્યા કર્મયોગી ભવનમાં ફાળવવામાં આવી છે, તે આખે આખી અલાયદી ભવન ઊભું કરવાની જરૂર છે, ચાર જેટલા એસપી અને 10 પીઆઇ 20 પીએસઆઇ થી લઈને અનેક મોટો સ્ટાફ છતાં આ કચેરી ભંડકિયા જેવી લાગે છે, બાકી સાયબર નામ પડે તો ગુનેગારો થથરી જાય, રાજ્યમાં જીજે 18 ખાતે આવેલી આ કચેરી રૂબરૂ જાઓ તો ખ્યાલ આવે કે આ કચેરી કઈ રીતે ચાલે છે, પ્રેસ કોન્ફરન્સ રૂમ, આરોપીઓને માટે અલગ રૂમ, જેલ એવી કસ્ટડી, કોટડી, સાયબર એટેકને નાથવા હજુ મોટી ઘણી જ લેબ ની જરૂરિયાત, ત્યારે સરકારે આ વિષય ગંભીર બનવાની જરૂર છે, હા જગ્યા ફાળવવી પડે, મંજૂરી લેવી પડે, બનતા વર્ષો વીતી જાય, તેના કરતાં ખૂબ જ ઝડપથી સરકારે આ કચેરી માટે એક મોટું પ્લેટફોર્મ ગણો કે ભવન બનાવવાની જરૂર છે, બાકી જોવા જઈએ તો અધિકારીઓ ભંડકીયામાં બેઠા હોય તેવું લાગે છે, નાની ચેમ્બરો અને હવા ઉજાસથી લઈને એક કચેરીમાં એન્ટ્રી કરો તો તમને વાઇબ્રન્ટ થવું જોઈએ, ઉર્જા આવવી જોઈએ જે નથી આવતી

આવનારા દિવસોમાં સાયબર ક્રાઈમના કેસો અને ફરિયાદોના ઢગ ખડકાઈ જશે કારણ કે કોર્ટોમાં જેમ કેસોનો ભરાવો વધી રહ્યો છે તેમ અહીંયા પણ ભરાવો થઈ રહ્યો છે સ્ટાફની વાત કરીએ તો જોવા જઈએ તો માંડ આ સ્ટાફ આખા ગુજરાતનું સંચાલન કરીને જે તપાસ કરી રહ્યો છે તે માંડ 10% જ ગણાય સાયબર એક્સેલન્સ નામ એવું મોટું અને સોફ્ટ આપ્યું છે પણ સ્ટાફ અને ટેકનોલોજી માટે હજુ 90% માણસોની જરૂર હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે હા કેન્દ્રીય ગૃહ મંત્રી મુખ્યમંત્રી રાજ્યના ગૃહ મંત્રી આ મુદ્દે જે પણ જરૂરીયાત હોય તેના માટે કટિબદ્ધ છે પણ આવનારા વર્ષોમાં સાયબર ક્રાઇમ વિકરાળ મોઢું ફાડીને ખોવા મચાવે તે પહેલા ક્રાઈમને નાથવા વહીવટી સ્ટાફ ખૂબ જ જરૂરી અને વધુ હોવો જોઈએ ટેકનોલોજીથી જ અનેક આરોપીઓ સુધી પહોંચી શકાશે પોલીસ ભવન જીએનએલયુ એફએસસીયુએલ આ બધું જ અલાયદી બનાવવામાં આવી છે ત્યારે સાહેબ કચેરી જે હાલ કર્મચ યોગી ભવનમાં બેસે છે તેના અલાયદી જગ્યા સાથે હું તું બજેટ ટેકનોલોજી સ્ટાફ આ તમામ ફાળવવામાં આવે તો જ ગમે તેટલા કેસો હશે તેનો નિકાલ અને લોકોને ન્યાય મળશે એક તપાસમાં ત્રણ ટકા સ્ટાફ ભરાયેલો રહે છે એક તપાસ સુધી પહોંચી જાય ત્યાં બીજી સાત તપાસ આવીને ઊભી રહે સાહેબને નાતવા એક હોલ પણ જરૂરી છે ફરિયાદ કરનાર વ્યક્તિને માટે બેસવાનો અલાય દો રૂમ ફરિયાદ કઈ રીતે કરવી આ બધું એક અલાયદું બનાવવાની જરૂર છે બાકી સાયબર કચેરી ધમાધમ બજેટ ફાળવીને બનાવી તો દીધી પણ જરૂરિયાત છે તે હજુ માં 10% જ છે
ગુજરાત આખામાં સાયબર ક્રાઇમ ની તપાસો મોટી હોય તો અહીંયા થાય છે, ત્યારે ઘણા લોકોના ખાતા ફ્રીઝ થઈ ગયા હોય તો લોકો ફરિયાદ કરવા આવે છે, બાકી 10% સ્ટાફ જે કામ કરી રહ્યો છે, તે એક્સીલેન્ટ કહી શકાય, બાકી બિગ બજેટ અને બીગ અલાઇદી જગ્યા ફાળવવામાં આવે તો સાયબર માફિયાઓને મુરઘા બનાવીને કુકડે કુક બોલાવે તેવા અધિકારી અને સ્ટાફ છે પણ જોવા જઈએ તો જગ્યા ભંડકીયા જેવી અને નાની પડે છે

સાયબર ક્રાઇમને નાથવા ગૃહમંત્રી એક વાર પધારો આ કચેરીએ, ફરિયાદીથી લઈને અનેક લોકોને જે સગવડો જોઈએ તે અહીં નથી, 10% સ્ટાફ કેટલું કામ કરે? હજુ 90% સ્ટાફની ઘટ હોવાનું અનુમાન, સાયબર એક્સેલેન્ટને એક અલાઈદુ પ્લેટફોર્મ ઊભું કરાવો, જ્યાં તમામ સગવડો અને આરોપી માટે કસ્ટડી પણ હોવી જોઈએ

પૂછપરછ અને અલાયદો હોલની પણ જરૂર પ્રેસ મીટીંગ અને હજુ ટેકનોલોજી સ્ટાફની તાતી જરૂર બાકી ચાર એસપી 10 પીઆઇ અને ટેકનોલોજી એવા 10% માંડ સ્ટાફ આખા ગુજરાતમાંથી આવતી ફરિયાદોનો નિકાલ લાવવા પ્રયાસ કરી રહ્યા છે, પણ ક્યાં સુધી? હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ મુદ્દે કંઈક કરો, દેશ માટે પેચીદો પ્રશ્ન સાયબર ક્રાઇમ છે, જેને નાથવા અલાયદૂ બનાવવાની જરૂર છે, બાકી પછી જુઓ સાયબર માફિયા અને પોલીસનો રોફ અને ખોફ કેવો બતાવે છે,