પાકના ઈસ્લામાબાદમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ : 12નાં મોત, વિસ્ફોટ બાદ ગોળીબાર પણ થયો હોવાના અહેવાલ

Spread the love

પાકના ઈસ્લામાબાદમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ : 12નાં મોત
હાઈકોર્ટ પાસે જ કાર બોમ્બ વિસ્ફોટ થતા જબરી અફડાતફડી : અનેક ઘાયલ

 

ઈસ્લામાબાદ
દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં તપાસનો ધમધમાટ ચાલુ છે તે સમયે આજે પાકિસ્તાનમાં પાટનગર ઈસ્લામાબાદમાં હાઈકોર્ટ પાસે જ બપોરે 12.30 કલાકે થયેલા એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા છે. આ વિસ્ફોટ બાદ ગોળીબાર પણ થયો હોવાના અહેવાલ છે. જેમાં પણ જાનહાનીના સંકેત છે. દિલ્હીની માફક જ અહી કાર બોમ્બથી આત્મઘાતી હુમલો થયો હોવાના અહેવાલ છે અને આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો જેનો દુરદુર સુધી અવાજ સંભળાવ્યો હતો.
સવારે કોર્ટમાં કામકાજ શરૂ થયા બાદ ભારે ભીડ હતી તે સમયે જ આ વિસ્ફોટ થયો હતો. અગાઉ અહી બે દિવસ પુર્વે સિલીન્ડર બ્લાસ્ટસ થયો હતો પણ આ આત્મઘાતી હુમલો હોવાનું માનવામાં આવે. પોલીસે સમગ્ર એરીયા કોર્ડન કરી તપાસ શરૂ કરી છે અને તેમાં ઈજાગ્રસ્તોમાં અનેકની હાલત ગંભીર ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *