
બોલિવુડના વધુ એક એકટર ગોવિંદાની તબીયત લથડી છે. ગોવિંદા બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં ધર્મેન્દ્રને મળ્યા બાદ ગોવિંદા ઘેર આવ્યા પછી બેહોશ થઈ ગયો હતો. બાદમાં તેને જુહુની ક્રિટીકેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હાલ ગોવિંદા ડોકટરની દેખરેખ હેઠળ છે અને તબીયત સ્થિર છે. ગોવિંદાના વકીલ અને મિત્ર લલિત બિંદલે જણાવ્યું હતું કે તેઓ થોડી અસહજતા અનુભવી રહ્યા હતા. તેમના બધા ટેસ્ટ થઈ ગયા છે. હવે રિપોર્ટ અને ન્યુરો કન્સલ્ટેશનની રાહ જોવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, એક વર્ષમાં ગોવિંદાને બીજી વાર હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું. આ પહેલા તેની લાયન્સવાળી રિવોલ્વર ફુટી જતા ગોવિંદાને ઘુંટણમાં ઈજા થઈ હતી.