કાર ચીરી રેલિંગ આરપાર નીકળી ગઇ, રાજકોટના યુવકનું મોત

Spread the love

 

વાગ્દત્તા અને મિત્ર સાથે દ્વારકા દર્શને જતા ખંભાળિયા નજીક નડેલો ગમખ્વાર અકસ્માત

ખંભાળીયા-દ્વારકા હાઇવે ઉપર પુર ઝડપે જઇ રહેલી એક કાર ગત રાત્રે લોખંડની રેલિંગ સાથે અથડાતા રેલિંગ કાર ચીરીને સોંસરવી નીકળી ગઇ હતી આ ગમખ્વાર અકસ્માતમા રાજકોટમા નોકરી કરતા મુળ સુત્રાપાડા તાલુકાનાં લોઢવા ગામનાં ધવલ રામભાઇ ભરગા નામના 23 વર્ષનાં યુવાનનુ કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ જયારે અન્ય બે ને ગંભીર ઇજાઓ થવા પામી હતી.

આ કરુણ બનાવની વિગત એવી છે કે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના મૂળ રહીશ અને હાલ રાજકોટ ખાતે રહી અને એક સ્થળે નોકરી કરતા ધવલભાઈ રામભાઈ ભરગા નામના 23 વર્ષના યુવાનની સગાઈ થોડા સમય પૂર્વે પ્રતીક્ષા નામની એક યુવતી સાથે થઈ હતી.

આ દરમિયાન ગઈકાલે મંગળવાર તા. 11 નવેમ્બરના રોજ ધવલ અને પ્રતીક્ષા ધવલના મિત્ર મૌલિક બાબુભાઈ વણપરિયા (રહે. રાજકોટ) ની વોક્સ વેગન મોટરકાર નં. જી.જે.36 આર. 6218 માં પ્રતીક્ષાબેનના બહેનપણી અનિતાબેન વાંઝા સાથે બેસીને દ્વારકા દર્શનાર્થે નીકળ્યા હતા. ત્યારે ગઈકાલે મંગળવારે રાત્રિના આશરે 11:30 વાગ્યાના સુમારે તેઓ ખંભાળિયા – દ્વારકા માર્ગ પર અત્રેથી આશરે 21 કિલોમીટર દૂર સોનારડી ગામના પાટીયા પાસે આવેલા એક મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ મોટરકારના ચાલક મૌલિક વણપરીયાએ મોટરકારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આ મોટરકાર હાઈવે પરની રેલિંગ સાથે ટકરાઈને આરપાર નીકળી ગઈ હતી. આ અકસ્માતમાં 23 વર્ષીય ધવલ રામભાઈનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બે મુસાફરોને ગંભીર ઈજાઓ જણાતા વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *