ગુજરાતમાં ડેપ્યુટી મુખ્યમંત્રીનો વિડિયો ભારે વાયરલ, સિનિયર સિટીઝનોમાં કોઈ સાંભળનારો લાલો અમારો આવ્યો છે, કોને કહીએ, કીધા વગર સાંભળે એ અમારો “સુરતી લાલો”
ઘરડા મા-બાપને ઘરડા ઘરમાં ધકેલી દેતા આજની પેઢી ઉપર હર્ષ સંઘવી વરસ્યા, સંસ્કારોની સિંચન કરતી યુનિવર્સિટી ના પ્રોફેસર ઘરડાઘરમાં,




ગુજરાતના માણસા ખાતે આવેલ સોજા ખાતે ડેપ્યુટી મુખ્યમંત્રી એવા “ભત્રીજા લાલા” હર્ષ સંઘવી જે ઘરડા ઘરમાં મા-બાપને મૂકી આવતા હોય તેમની સામે ભારે વરસ્યા હતા, જે દીકરા દીકરી ઘરડા ઘરમાં મૂકી આવે છે તેવા સંતાનો સામે પણ વરસ્યા હતા. પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જે મા-બાપને સંતાન મૂકી આવે તેની સાથે સંબંધ તોડી નાખવો જોઈએ તેને કોઈ પ્રસંગો પાક પણ બોલાવવા જોઈએ નહીં તો સમાજ સુધરશે એક સંકલ્પ લો, મારા જીવનમાં ગમે તેટલી સફળતા પ્રાપ્ત થાત મારા માટે મા બાપ સૌથી મોટા છે જે મા બાપ ઉપર કરશો તેવું તમારા સંતાનો કરશે.
વધુમાં ડેપ્યુટી મુખ્યમંત્રી આક્રમકતાથી પોતે કહી રહ્યા હતા કે મા બાપ આખી જિંદગી ચંપલો ઘસીને તમને મોટા કર્યા અને બધી જ તકલીફો વેઠી અને જતી જિંદગી જે માંડ અમુક વર્ષો બચ્યા છે ત્યારે ઘરડા ઘરમાં મૂકીને મોજ કરતા અને આજના વેસ્ટર્ન કલ્ચરલમાં જીવતી પેઢીને પણ ઝાટકી હતી. આ પેઢીને ઝાટકીને મા બાપને ઘરડા ઘરમાં મૂકી આવનાર ખાટકી પણ કહી શકાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું. સોજા ખાતે યોજાયેલ કાર્યક્રમ માં સોજા ખાતે આયોજિત શ્રી વીર વેલુડા સેવા મંડળ અર્ધ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભવ્ય રાસ ગરબા અને ગાયન કલાકાર જીગ્નેશભાઈ પધાર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય જે.એસ.પટેલ અલ્પેશજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા
દુનિયામાં સૌથી મોટામાં મોટી યુનિવર્સિટી એ મા-બાપ છે, સંસ્કારોની સિંચન કરતી આ યુનિવર્સિટી ઘરે ઘરે ભારતમાં છે, પણ યુનિવર્સિટી સંસ્કાર આપનારા પ્રોફેસરોને તેમનું સંતાન ઘરડા ઘરમાં મોકલી દે છે, આજે દયાભાવ લાગણી સંસ્કાર છેટુ થવાનું કારણ આપણા પ્રોફેસરો એવા સંસ્કારનું સિંચન કરતા લોકો ઘરડા ઘરમાં અને એક રૂમમાં પૂરી દીધા છે, તેમને બહાર કાઢો હર્ષ સંઘવી,
સિનિયર સિટીઝનોને ઘરડા ઘરમાં ધકેલી દેતા આજની પેઢી પર ભારે, DYCM વરસ્યા, ત્યાં સુધી બોલ્યા કે જે ઘરડા ઘરમાં મોકલી દેતા આવા ભલે આપણા ભાઈ કે બહેન અને સંતાનો કેમ ન હોય, પ્રસંગોપાત બોલાવવા જ નહીં, ભલે ગમે તેટલો માલેતુઝાર હોય, ગુજરાતમાં આ વિડીયોની ચર્ચા ભારે જાગી, ઘરડા ઘરોમાં રહેતા અનેક લોકો માટે હર્ષ સંઘવી ઓક્સિજન રૂપી પ્રાણ પૂર્યા