દિલ્હીમાં સોમવારે (10 નવેમ્બર) લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટને લઈેને હવે ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન આવ્યું છે. અમિત શાહે કહ્યું છે કે, દિલ્હી બ્લાસ્ટમાં સામેલ દોષિતોને એવી સજા આપવામાં આવશે કે જેનાથી દુનિયાને એક સંદેશ મળશે. તેમને એવી સજા મળશે જે ભવિષ્યમાં આવા દોષિતો માટે ઉદાહરણ બની શકે.
આ બેઠકમાં દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની સમીક્ષા કરવામાં આવી. આ બેઠકમાં NIAના ડીજી, આઈબીના ડાયરેક્ટર, ગૃહ સચિવ, દિલ્હી પોલીસ કમિશનરે દિલ્હી-એનસીઆર સહિત દેશના અન્ય મુખ્ય શહેરોની સુરક્ષા વ્યવસ્થાનો અહેવાલ રજૂ કર્યો હતો. બેઠક બાદ અમિત શાહે અધિકારીઓને કડક સુરક્ષા પગલાં અપનાવવા અને સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વધારવાના નિર્દેશ આપ્યા.
કોણ છે દિલ્હી બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઈન્ડ? સામે આવ્યું હેન્ડલરનું નામ
બાબરી ધ્વંસનો બદલો લેવા માટે કર્યો હતો આ પ્લાન
ગુરુવારે લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરે થયેલા બ્લાસ્ટની તપાસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આતંકવાદીઓ 6 ડિસેમ્બર એટલે કે બાબરી મસ્જિદ ધ્વંસની વરસીના દિવસે દિલ્હી સહિત અનેક સ્થળોએ ધમાકા કરવા માગતા હતા. આતંકવાદીઓએ પોતાના આ પ્લાનને અંજામ આપવા માટે 32 કારોની વ્યવસ્થા કરી હતી. આતંકવાદીઓ આ કારોમાં બોમ્બ અને વિસ્ફોટક સામગ્રી ભરીને ધમાકા કરવાનો પ્લાન બનાવી ચૂક્યા હતા.
એક-બે નહીં, પણ 32 કારનો બ્લાસ્ટમાં ઉપયોગ થવાનો હતો! 6 ડિસેમ્બરે થવાનો હતો મોટો હુમલો
આતંકવાદીઓએ બ્લાસ્ટ માટે આ ગાડીઓ કરી હતી પસંદ
આતંકવાદીઓએ બ્લાસ્ટ માટે લીધેલી કારોમાં i20, મારુતિની બ્રેઝા, મારુતિની સ્વિફ્ટ ડિઝાયર, ફોર્ડની ઇકોસ્પોર્ટ જેવી ગાડીઓ પસંદ કરી હતી. તપાસ એજન્સીઓને અત્યાર સુધીમાં 32માંથી 4 કારો મળી ચૂકી છે. 10 નવેમ્બરના રોજ જે i20 કારમાં બ્લાસ્ટ થયો હતો, તે આ સિરીયલ રીવેન્જ અટેકનો જ એક ભાગ હતી. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટથી અત્યાર સુધીમાં 13 લોકોનાં મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ છે, જેમાંથી ત્રણની હાલત નાજુક હોવાનું કહેવાય છે.