આજના સમયમાં થાઈરોઈડ એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. અનેક લોકો થાઈરોઈડના દર્દી હશે. આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં તેને હોર્મોનલ અસંતુલન માનવામાં આવે છે. જ્યારે આયુર્વેદમાં તેના શરીરના ગાઢ અસંતુલનનો સંકેત માનવામાં આવે છે. આયુર્વેદમાં થાઈરોઈડને અગ્નિ દોષ, ધાતુ વિકૃતિ અને ત્રિદોષ અસંતુલન તરીકે જોવામાં આવે છે.
જેમાં વાત,પિત્ત અને કફના દોષોની મહત્વની ભૂમિકા હોય છે.
Fruits: આ 5 ફળની તાસીર હોય છે ગરમ, શિયાળામાં ભુલ્યા વિના રોજ 1 ખાવું
આયુર્વેદ અનુસાર થાઈરોઈડ ગ્રંથિ વિશુદ્ધ ચક્ર સાથે જોડાયેલી હોય છે જે જઠરાગ્નિ એટલે કે પાચનશક્તિ અને ઉતકોની અગ્નિને નિયંત્રિત કરે છે. હાઈપોથાયરોડિઝ્મમાં વાત અને કફની અધિકતા હોય છે જેના કારણે થાક, વજન વધવું, સુસ્તી જેવા લક્ષણ દેખાય છે. જ્યારે હાઈપરથાયરોડિઝ્મમાં પિત્તની અધિકતા હોય છે જેના કરાણે વજન ઘટે છે, ચિડીયાપણું રહે છે, ધબકારી વધી જવા જેવી સમસ્યાઓ થાય છે.
ઘઉંના લોટમાં આ 4 વસ્તુઓ ઉમેરી બાંધો લોટ, શિયાળામાં આ રોટલી ખાવાથી વધી જશે ઈમ્યુનિટી
થાઈરોઈડથી છુટકારો મેળવવાનો ઉપાય
આયુર્વેદમાં થાઈરોઈડથી છુટકારો મેળવવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવા પર ભાર મુકવામાં આવે છે. જેમાં પુરતી ઊંઘ કરવી, નિયમિત વ્યાયામ કરવો, સ્ટ્રેસ મેનેજ કરવો, આયોડીન તેમજ ઝિંક યુક્ત વસ્તુઓ લેવી. આ સિવાય આયુર્વેદ અનુસાર અશ્વગંધા, ગુગળ, શિલાજીત, ત્રિફળા જેવી જડીબુટી થાઈરોઈડને સંતુલિત કરવામાં મદદ કરે છે. રોજ સવારે 10 થી 15 મિનિટ તડકો પણ લેવો જોઈએ.
ડાયાબિટીસના દર્દીએ ખાવું આ આયુર્વેદિક પનીર, ખાવાથી કંટ્રોલ થઈ જાય છે બ્લડ શુગર લેવલ
થાઈરોઈડમાં સૂર્ય નમસ્કાર, સર્વાંગાસન, મત્સ્યાસન અને નોકાસન પણ કરી શકાય છે. આ સિવાય પ્રાણાયામમાં અનુલોમ વિલોમ પણ કરવું જોઈએ. તેનાથી ચયાપચય સુધરે છે.
એવોકાડો કરતાં પણ વધારે ફાયદાકારક છે આ નાનકડું ફળ, રોજ 1 ખાવાથી પણ રહેશો નિરોગી
આયુર્વેદિક નિષ્ણાંતોનું કહેવું છે કે નિયમિત દિનચર્યા, સાત્વિક આહાર પર ધ્યાન કરવાથી થાઈરોઈડને પ્રાકૃતિક રીતે નિયંત્રિત કરી શકાય છે. આધુનિક અને આયુર્વેદિક દ્રષ્ટિકોણથી ઉપચાર કરવાથી થાઈરોઈડના લક્ષણોમાં રાહત મળી શકે છે અને શરીરનું સ્વાસ્થ્ય પણ સુધરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)